ટેક્નોલોજીમાં બધાને નચાવતું ટિકટોક કોના ઇશારે નાચે છે,તમને ખબર છે?

05 December 2019 03:23 PM
Business India Technology World
  • ટેક્નોલોજીમાં બધાને નચાવતું ટિકટોક કોના ઇશારે નાચે છે,તમને ખબર છે?

ટિકટોક એપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નિકનો ઉપયોગ કરીને તે દુનિયામાં સફળતાનાં શિખર સર પાર કરી રહ્યું છે

નવી દિલ્હી: ટેક્નોલોજીની દુનિયામાં માત્ર 36 વર્ષના ચીનના એક અબજપતિ અને ટેક્નોલોજીના મહારથી વિશ્વભરના ટીનેજરોની નાડી પકડવામાં માહિર છે. તેમ ટિકટોક એપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નિકનો ઉપયોગ કરીને તે દુનિયામાં સફળતાનાં શિખર સર કરી રહ્યાં છે.

ટિકટોકમાં અવનવા વીડિયોની ભરમારને ચીન સરકાર સાથે મળીને કામ કરતા તે ચીનમાં કન્ટેન્ટ પર નિયંત્રણ રાખનારા સેન્સરનું કામ પણ કરે છે. બેઇજિંગની સ્ટાર્ટઅપ કંપની બાઇટડાન્સ ટિકટોક પ્લેટફોર્મને ચલાવે છે તેમજ અબજપતિ ઝાંગ યિમિંગ. ટિકટોકના 15 થી 60 સેકન્ડ ચાલનારા વીડિયો ક્લિપમાં લોકો બાલ રંગવાનું શીખવવાથી માંડીને ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે.

ટિકટોક લોન્ચિંગ સમયે જ 1.5 અબજ વખત ડાઉનલોડ કરાઈ હતી
2017માં તેના લોન્ચિંગ સમયથી ટિકટોકને 1.5 અબજ વખત ડાઉનલોડ કરાઈ હોવાનો અહેવાલ સામે આવ્યો છે. અમેરિકાની રિસર્ચ એજન્સી સેન્સર ટાવરે જણાવ્યું કે તે ભારત, અમેરિકા, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં સૌથી વધુ લોકપ્રિય છે. જોકે, તેના વ્યાપથી કેટલાક પ્રકારની સુરક્ષાની ચિંતા પણ પેદા કરી છે. કેટલાક અઠવાડિયા પહેલાં અમેરિકાના બે વરિષ્ઠ સેનેટરોએ સરકારને આ એપની સમીક્ષા કરવાની માગણી કરી છે. તેમનું માનવું છે કે, આ એપ ચીન માટે યૂઝરોની જાસૂસી કરવું ઘણું સરળ બનાવે છે.

ઝાંગે 2012માં બાઇટડાન્સ શરૂ કર્યું. કંપનીએ યૂઝરની પસંદગી મુજબ ન્યૂઝફીડને વ્યક્તિગત બનાવવા માટે મોટા સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સનો ઉપયોગ કરવો શરૂ કર્યો હતો. ચુંગ કોંગ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસના આસિસ્ટન્ટ ડીન બો જી જણાવે છે કે, તેની મદદથી કંપનીને ટૂંકા સમય ગાળામાં શાનદાર સફળતા મળી છે. કેમકે, તે યુવા યૂઝરો પર ખાસ ધ્યાન આપી રહી હતી. તેમણે કહ્યું કે, નવી પેઢી પોતાની અસલ ભાવનાઓ વ્યક્ત કરવા ઇચ્છે છે, તેના બધા ઉત્પાદનોએ ઝાંગને એક કમ્પ્યૂટર પ્રોગ્રામરથી બિઝનેસમેન અને પછી ત્યાંથી ચીનના અબજપતિઓની ક્લબમાં પહોંચી દીધા. 2019માં તેઓ 13.5 અબજ ડોલરની સંપત્તિની સાથે હરુન ચીનના ધનપતિઓની યાદીના ટોપ 20 અમીર લોકોમાં સામેલ થઈ ગયા. આ યાદીમાં બાઇડૂ જેવા જૂના અને સ્થાપિત સર્ચ એન્જિનના સંસ્થાપક પણ તેમના પછીના ક્રમે આવે છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે, તેનાથી ચીનના લોકોની વાંચવાની આદત જ બદલી નાંખી અને તેનાથી કંપનીને વિચાર આવે છે કે, લોકો શું વાંચી રહ્યા છે, શું જોઈ છે અને તેમને એવી જ અને ચીજ સુઝાડાય છે. ટિકટોક ઉપરાંત કંપની અમેરિકામાં અંગ્રેજી ન્યૂઝ એગ્રીગેટર સાઇટ ટોપબઝ ચલાવે છે. આ કંપની ઇન્ડોનેશિયાની એક ન્યૂઝ એપ બાબેમાં 2016થી એક નિયંત્રક શેરધારક પણ છે. પ્રોડક્ટિવિટી એપ લાર્ક કંપનીના સૌથી નવી પ્રોડક્ટ છે અને ટૂંક સમયમાં બાઇટડાન્સ પોતાની મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે સ્પોટિફાઇ અને એપ્પલની સાથે મુકાબલો કરશે.

બાઇટડાન્સ કંપનીએ ચીનમાં હજારો લોકોને સેન્સર તરીકે નોકરી આપી છે
ચીનમાં બાઇટડાન્સે હજારો લોકોને સેન્સર તરીકે નોકરી આપી છે. આ સેન્સર તેમના ઘરેલું પ્લેટફોર્મ પરથી સતત અનુચિત કન્ટેન્ટ હટાવવાનું કામ કરે છે. એ પાછળ કંપની મોટી રકમ ખર્ચ કરે છે અને જાન્યુઆરીમાં તેણે એવા વધુ 2,000 સેન્સર નિયુક્ત કર્યા , ત્યારે ચીન સરકારે તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. ચીની સરકારે પ્લેટફોર્મ પર નગ્નતા અને અશ્લીલ જાણકારી પીરસવામાં આવતી હોવાનો આરોપ લગાવતા તેના પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો હતો. એ બાદ કંપનીએ પોતાના આંતરિક સેન્સરશિપ સ્ટાફની સંખ્યા વધારીને 10,000 કરવાનું વચનઆપ્યું છે.


Loading...
Advertisement