કચ્છ: ૧૭ વર્ષની સગીરાને ભેટની લાલચ આપી ૩૫ વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ

03 December 2019 12:50 AM
kutch Crime
  • કચ્છ: ૧૭ વર્ષની સગીરાને ભેટની લાલચ આપી ૩૫ વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ

હજુ વડોદરા દુષ્કર્મના નરાધમો પકડાયા નથી ત્યાં કચ્છ નો બનાવ થી તત્ર દોડ્યું

ભચાઉ | ગુજરાતમાં રાજકોટ, સુરત અને વડોદરામાં દુષ્કર્મની ઘટનાઓ થી સમગ્ર રાજ્ય ખળભળી ઉઠ્યું છે. ત્યારે આજે જ હજુ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા મળે તેવા પ્રયાસો સરકાર કરે છે. ત્યાં જ પોલીસ તંત્રની આબરૂ ના લીરે લીરા ઉડાડીને વડોદરા દુષ્કર્મના આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
આ તમામ ઘટના થી હજુ આપણે બહાર નથી આવ્યા ત્યાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. કચ્છના ભચાઉ તાલુકાના ખોડાસાર માં ૧૭ વર્ષીય સગીરાને સોમવારે ઘર બહાર ભેટ આપવાના બહાને બોલાવી નજીક પવન ચક્કી પાસે લઈ દુષ્કર્મ આચર્યું અને ઉપરાંત જાન થી મારી નાખવાની ધમકી પણ આપી. આ ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.
આરોપી ઉમેદ ગોસાઇએ ભોગ બનનાર ૧૭ વર્ષીય યુવતીને લલચાવી ફોસલાવી ભેટ આપવાના બહાને ઘર બહાર લઈ જઈ પરાણે શારરિક સંબધં બાંધી, મારી નાખવાની ધમકી આપી તેવી તેવી લાકડીયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ પોસ્કો અને એટ્રોસીટી ની ફરિયાદ નોંધાવેલ છે. ફરિયાદના પગલે DYSP પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.


Loading...
Advertisement