વડોદરામાં ચાલુ કારે દારૂની મહેફીલ માણતા યુવાનોને નડ્યો અકસમાત: કારમાંથી દારૂ-નમકીન મળ્યા

02 December 2019 11:09 PM
Crime Gujarat
  • વડોદરામાં ચાલુ કારે દારૂની મહેફીલ માણતા યુવાનોને નડ્યો અકસમાત: કારમાંથી દારૂ-નમકીન મળ્યા

શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત કરનારો કારચાલક અને તેના બે મિત્રો ચાલુ કારમાં દારૂની મહેફીલ માણી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ચાલુ ગાડીએ દારૂની મહેફિલ માણતા ત્રણ શખ્સ અકસ્માત બાદ તુરત જ સ્થળે પરથી રફુચક્કર થઈ ગયા. આ કારના નંબર GJ6LE-4825 છે. તેમની કારમાંથી દારૂની બોટલ અને દારૂ ભરેલા ગ્લાસ અને નમકીના પેકેટ્સ મળી આવ્યા હતા.
આ ઘટના અંગે બોપદ પોલીસ ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. ગાડીનો કબજો લીધો અને ગાડી ચોડી નાસી છૂટેલા લોકોની શોધખોળ ચાલુ કરી હતી.
આ કેસની તપાસ કરતા બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી અર્જુનસિંહે જણાવ્યું હતું કે, તપાસ માટે પોલીસ ગોત્રી ગઇ હતી. પરંતુ, વિરલ શાહ મળ્યો ન હતો અને કારમાં બે વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. જેની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.


Loading...
Advertisement