રાજકોટ પોલીસ આયોજીત ઓપન હાઉસ-ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમમાં 'હેલ્મેટ'નો મુદ્દો ગાજયો

02 December 2019 09:40 PM
Rajkot Crime
 • રાજકોટ પોલીસ આયોજીત ઓપન હાઉસ-ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમમાં 'હેલ્મેટ'નો મુદ્દો ગાજયો

હાલ ટ્રાફિક ના નિયમ નો ઉલ્લંઘન કરનાર 12000 જેટલા વાહન ચાલકો દંડાયા છે પરંતુ ટ્રાફિક નિયમના ભંગમાં દંડ કરવાથી ટ્રાફિકની સમસ્યા હલ નહી થાય : CP મનોજ અગ્રવાલ

હેલ્મેટ પહેરતા સિનિયર સિટીઝન ને માથામાં દર્દ અનુભવે છે, ચશ્માં પહેરી નથી શકતા તેમજ પાછળ આવતું વાહન જોવા માં પણ તકલીફ પડી રહી છે : ઓપન હાઉસમાં શહેરીજનોએ પોતાની વ્યથા કહી

રાજકોટ તા. ૨ :
આજે સાંજે હેમુ ગઢવી હોલમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજીત ઓપન હાઉસ- ટ્રાફિક જાગૃતિ અને માર્ગદર્શન સેમીનારમાં રાજકોટ શહેરના પ્રજાજનો અને વિવિધ સ્વૈછિક સંસ્થાઓ દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના હલ માટે વિવિધ રચનાત્મક અને પોઝીટીવ સુચનો કરવામાં આવ્યા હતા.
આ સેમીનારમાં અધ્યક્ષ્‍સ્થાનેથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ રાજકોટ સ્માર્ટ સીટીના રહેવાસીઓને સામુહિક રીતે સહિયારા પ્રયાસો હાથ ધરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ટ્રાફિકની સમસ્યાના નિવારણમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
પોલીસ કમિશ્નર અગ્રવાલે જણાવ્યું હતું કે,હાલ ટ્રાફિક ના નિયમ નો ઉલ્લંઘન કરનાર 12000 જેટલા વાહન ચાલકો દંડાયા છે પરંતુ ટ્રાફિક નિયમના ભંગમાં દંડ કરવાથી ટ્રાફિકની સમસ્યા હલ નહી થાય અને સરકારના હેલ્મેટના કાયદા અંગે જણાવ્યું હતું કે આપણે બધા ભેગા મળી ને સામુહિક રીતે ટ્રાફિકના નિયમોના પાલનના કામમાં આગળ વધીએ. ફેટલ (મૃત્યુ સર્જાય) અને રસ્તાના અકસ્માતો ઘટાડવાનો તથા આ અકસ્માતો તથા માનવ મૃત્યુ ઘટાટવાનો અમારો અભિગમ છે.

ઉપસ્થિત નાગરીકે પોલીસને જણાવ્યું :

એક નાગરિક એ જણાવ્યું હતું કે,હેલ્મેટ પહેરતા સિનિયર સિટીઝન ને માથા માં દર્દ અનુભવે છે ચશ્માં પહેરી નથી શકતા તેમજ પાછળ આવતું વાહન જોવા માં પણ તકલીફ પડી રહી છે.

જ્યારે બીજા નાગરિકએ જણાવ્યું હતું કે, આપની શહેર પોલીસ પાસે 1000 થી વધુ નો સ્ટાફ છે તે લોકો ને પણ સીસીટીવી કેમેરા માં જોવા જોઈએ કે તે લોકો ટ્રાફિક નિયમન કરી રહ્યા છે ખરા??

ત્રીજા નાગરિક એ જણાવ્યું હતું કે, વનવે માં ટ્રાફિક ના સાઇનિંગ બોર્ડ લોકો ને દેખાય તેમ નથી રાખયા અને અમુક જગ્યા એ તો છેજ નહીં ત્યાં એક નાગરિક વનવે માં પ્રવેશ કરે એટલે પોલીસ તુરંત મેમો ફાડી નાગરિક ને પકડાવી દયે છે.

રાજકોટ શહેરના ઝોન-૨ ના ડી.સી.પી મનોહરસિંહજી જાડેજાએ, પ્રેઝેન્ટેશન રજુ કરીને જણાવ્યું હતું કે ટ્રાફિક સતત પ્રોસેસ છે. તેમાં લોકસહયોગથી પરિણામ લાવી શકાય છે. તેમણે જણાવ્યું કે,આઇ.વે પ્રોજેકટ અંતર્ગત અકસ્માતોમાં બદલાવ આવેલ છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા મોબાઇલ એપ ચાલુ કરવામાં આવેલ છે હેલ્મેટ ન પહેરવાથી અકસ્માત માં માણસ નો જીવ જાય છે, અને પરિવાર વિખેરાઈ જાય છે.જેથી વાહન ચલાવતી વેળાએ સ્પીડ પર પણ નિયંત્રણ હોવું જરૂરી છે.

Loading...
Advertisement