8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસ, કોઇ વકીલ આરોપીનો કેસ નહીં લડે

02 December 2019 07:45 PM
Rajkot Crime Video

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે દારૂના નશામાં દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીને ઘટનાની રાત્રે જ ધરપકડ કરી લીધી હતી. રાજકોટ બાર એસોસિએશન દ્વારા આરોપી તરફથી કોઇ વકીલ કેસ નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આજે રાજકોટ કોર્ટ બહાર તમામ વકીલો એકત્ર થયા હતા અને દુષ્કર્મની ઘટનાઓને વખોડી કાઢી બેનરો સાથે આરોપીઓને ફાંસીની સજા કરો તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ બાળકીને ન્યાય આપો તેવી માંગ કરી હતી.


Loading...
Advertisement