અમરેલીના નાના ભંડારીયામાં કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત પતિ-પત્નીના મોત

02 December 2019 07:43 PM
Amreli Video

અમરેલીના નાના ભંડારીયા ગામે વૃક્ષ સાથે કાર અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા. પરિવાર અમરેલીથી કુકાવાવ તરફ જઇ રહ્યો હતો ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કોઇ કારણોસર સ્વીફ્ટ કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને પોલીસ દોડી આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહ પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.


Loading...
Advertisement