નિત્યાનંદ આશ્રમમાંથી સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થવા લાગ્યા

02 December 2019 07:42 PM
Ahmedabad Gujarat Video

અમદાવાદ - હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમ સાધક સાધિકાઓએ છોડી દીધો છે. DPS સ્કૂલે 3 મહિનામાં આશ્રમ ખાલી કરવા નોટિસ આપી હતી. આજે સવારથી જ અંદર રહેતા સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ ગયા હતા. આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પોહચ્યા છે અને તેમના બાળકોને લઈને જઈ રહ્યા છે. સાધક, સાધિકાઓ ક્યાં જઈ રહ્યા છે તે બાબતે પૂછતાં તેઓએ જવાબ આપ્યો ન હતો.


Loading...
Advertisement