અમદાવાદ કલેકટરનો ચાર્જ સંભાળી લેતા કે.કે.નિરાલા

02 December 2019 07:36 PM
Ahmedabad Rajkot
  • અમદાવાદ કલેકટરનો ચાર્જ સંભાળી લેતા કે.કે.નિરાલા

અમદાવાદ તા.2
તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાનાં કલેકટર ડો.વિક્રાંત પાંડેને કેન્દ્રમાં પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન ઉપર મોકલાયા છે. ત્યારે તેમના સ્થાને અમદાવાદનાં કલેકટર તરીકે કે.કે.નિરાલાને નિયુકત કરાયા છે. તેઓએ આજરોજ અમદાવાદ કલેકટરનો ચાર્જ સંભાળી લીધો હતો.તેઓએ આજે તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી મેળવેલ હતી. શ્રી નિરાલાએ એક વાતચીત દરમ્યાન જણાવેલ હતું કે સરકારની સાથે રહીને તમામ સમસ્યાઓ પર ઘ્યાન અપાશે. અમદાવાદ જિલ્લો કયાં છે અને કયાં લઇ જવો? તે માટે અધિકારીઓ સાથે વન ટુ વન પ્લાનીંગ તેઓએ શરૂ કરી દીધુ છે અને આ પ્લાનીંગનાં આધારે જિલ્લાની સમસ્યા અને અન્ય કામો માટે પગલા લેવાના અને જરૂર પડયે વિવિધ મંત્રાલયની મદદપણ લેવાશે.


Loading...
Advertisement