બીસીએ સેમ-1ની પરીક્ષામાં કરાયેલા છબરડા અંગે જવાબદારો સામે પગલા ન લેવાય તો આંદોલન

02 December 2019 07:34 PM
Rajkot
  • બીસીએ સેમ-1ની પરીક્ષામાં કરાયેલા છબરડા અંગે જવાબદારો સામે પગલા ન લેવાય તો આંદોલન

અઘ્યાપકોની ભરતીમાં રોસ્ટરમાં થયેલ અન્યાય નિવારવા માંગ : વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉપકુલપતિને આવેદનપત્ર

રાજકોટ તા.2
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા બીસીએ સેમ-1ની પરીક્ષામાં વિદ્યાથીૃઓને જૂના કોર્ષના પેપર ધાબડી દઇ વિદ્યાર્થીઓને કરાયેલા અન્યાય અંગે જવાબદારો સામે પગલા નહીં લેવાય તો આંદોલના મંડાણ કરાશે તેવી ચેતવણી આજે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિ.ના ઉપકુલપતિ ડો.દેશાણીને આવેદનપત્ર સુપ્રત કરી આપવામાં આવી હતી.
આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજકોટના મંત્રી જીગર પંડયાએ જણાવેલ છે કે બીસીએ સેમ-1ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ જૂના કોર્ષના પેપર ધાબડી અન્યાય કરવામાં આવેલ છે.
આ પ્રકરણમાં જવાબદારો સામે પગલા નહી લેવાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલનના મંડાણ કરાશે.
આ ઉપરાંત વધુમાં જણાવેલ છે કે યુનિ. દ્વારા અઘ્યાપકોની ભરતીના કાર્યવાહીમાં રોસ્ટરમાં અન્યાય કરવામાં આવેલ છે. જેથી આ અંગે જૂની વિજ્ઞાપન રદ કરી નિયમ મુજબ નવી વિજ્ઞાપન આપવા માંગણી કરવામાં આવી છે.


Loading...
Advertisement