તો.. સરધારનાં ખેડૂતો પાયમાલ થઈ જશે!

02 December 2019 07:33 PM
Rajkot
  • તો.. સરધારનાં ખેડૂતો પાયમાલ થઈ જશે!

માલિકીની જમીનમાંથી પાણીનો નિકાલ અને કેનાલનું સમારકામ ખૂબ જરૂરી: જિલ્લા પંચાયત કચેરીમાં ખેડુતો ઉમટયા: ડીડીઓને રજૂઆત

રાજકોટ તા.2
રાજકોટ તાલુકાના સરધાર ગામનાં ડુબમાં આવતા 100 જેટલા ખેડૂતોના જમીનમાંથી પાણીનો નિકાલ કરવા તથા કેનાલનું સમારકામ કરાવવા અને સરધારમાં વરસાદનાં કારણે ખેડૂતોના ઉભા પાકનો નાશ થતા તેઓને વળતર આપવા અંગે આજરોજ ખેડૂતોએ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્રો પાઠવી રજૂઆત કરી હતી. આ આવેદનમાં રજૂઆત કરતા ખેડુતોએ જણાવેલ હતું કે રાજકોટ તાલુકાના સરધાર ગામે આશરે 100 જેટલા ખેડુતોની આશરે 2500 વિઘા જમીનમાં છેલ્લા ત્રણ માસથી પાણી ભરેલ હોય જે બાબતે અગાઉ ગામના આગેવાનો તથા ખેડુતો દ્વારા વારંવાર મૌખીક તથા લેખીત રજૂઆત કરેલ છે. છતા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તમામ ખેડૂતોની જમીન સરકાર દ્વારા સંપાદન કરેલ નથી. કોઈપણ ખેડુતોએ વળતર લીધેલ નથી. છતા પણ એના ખેતરમાં પાણી ભરવું યોગ્ય નથી. હવે ખેડુતોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે અને દેણામાં ડુબી રહ્યા છે અને ખેડૂત ગમે ત્યારે આત્મહત્યા કરે તેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે.
આ બાબતે સરકારમાં વર્ષોથી માંગણી હોય હાલ જે કેનાલ છે તે કેનાલને ઉંડી અને પહોળી પાકી બનાવવાની જરૂરી છે, તેમજ ઉપરવાસ ભુપગઢ તરફથી આવતું પાણીને ડાયવર્ટ કરવા માટે હાલ જે વ્યવસ્થા છે તેને ઉંડી ઉતારી ત્યાંથી નિકાલની વ્યવસ્થા થઈ શકે તેમ છે. આ બાબતે સરધાર ગ્રામ પંચાયત તથાગ્રામજનો દ્વારા પણ લેખીત વારંવાર રજુઆત કરેલ છે. અને જે હાલમાં પાણીનો નિકાલ છેતે તાત્કાલીક સાફ કરી ત્યાંથી પાણીનો નિકાલથઈ શકે તેમ છે. તો અમારી રજુઆત છે તેના અનુસંધાને કલેકટર રાજકોટ દ્વારા 1973માં 96-30ના લેવલથી વધારાના પાણીનો નિકાલ કરવાનો પણ હુકમ થયેલ છે. જે લેવલથી આ વર્ષે ખુબજ વધારે પાણી હોય આ વર્ષે તો ખેડુતોને કોઈ ઉત્પાદન થઈ શકે તેમ જ નથી. હાલ આ વધારાના પાણીનો નિકાલ નહીં થાય તો આવતા વર્ષે પણ અંદાજીત 2500 વિઘા જમીનમાં કોઈ ઉત્પાદન આવી શકશે નહીં


Loading...
Advertisement