મોદી-શાહને ઘૂસણખોર કહેનારી કોંગ્રેસ માફી માંગે: ભાજપની ધમાલ

02 December 2019 07:30 PM
India Politics
  • મોદી-શાહને ઘૂસણખોર કહેનારી કોંગ્રેસ માફી માંગે: ભાજપની ધમાલ

ઘૂસણખોર સોનિયા છે: વળતો પ્રહાર

નવી દિલ્હી તા.2
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ‘ઘૂસણખોર’ ગણાવનારા લોકસભામાં કોંગ્રેસના નેતા બશીર રંજન ચૌધરી માફી માંગે તેવી માંગણી સાથે ભાજપના સાંસદએ આજે સભામોકુફીનો ઠરાવ રજુ કર્યો હતો.
બશીર રંજને પોતાના નિવેદન બાબતે ખુલાસો કરવા પ્રયાસ કર્યો ત્યારે ભાજપના સાંસદોએ તેમને બોલવા દીધા નહોતા, અને ધમાલ કરી હતી, આ કારણે ગૃહ મોકુફ રાખવું પડયું હતું.
ગૃહની બેઠક ફરી મળી ત્યારે ચૌધરીએ જણાવ્યું હતું કે આ લોકો (ભાજપ) અમારા નેતા સોનિયા ગાંધીને ઘૂસણખોર કરી રહ્યા છે. મારા નેતા હોય તો તમારા નેતા પણ છે.
કેન્દ્રીય સંસદીય પ્રધાન પ્રહલાદ જોશીએ ચૌધરીને નિવેદનને વખોડી કાઢી જણાવ્યું હતું કે કોંગ્રેસના અધ્યક્ષ ઘૂસણખોર છે. કોંગ્રેસમાં જો કોઈ સમજણ હોય તો તેણે માફી માંગવી જોઈએ. અન્યથા સોનિયા અને રાહુલ ગાંધીએ ચૌધરી વતી માફી માંગવી જોઈએ.


Loading...
Advertisement