દીક્ષાપ્રદાતા પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં વૈરાગી, પલકબેન બન્યા નવદીક્ષિત પૂ. રત્ન જયોતજી મહાસતીજી

02 December 2019 07:22 PM
Rajkot Dharmik
  • દીક્ષાપ્રદાતા પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં વૈરાગી, પલકબેન બન્યા નવદીક્ષિત પૂ. રત્ન જયોતજી મહાસતીજી
  • દીક્ષાપ્રદાતા પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં વૈરાગી, પલકબેન બન્યા નવદીક્ષિત પૂ. રત્ન જયોતજી મહાસતીજી

શનીવારે રાજાવાડીમાં વડી દીક્ષા: શ્રમણી વિદ્યાપીઠ જ્ઞાન યોજનામાં લાખોનું દાન

રાજકોટ તા.2
શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘ, હિરાવાલા લેન, ઘાટકોપર ખાતે દીક્ષા પ્રદાતા પૂ.શ્રી ધીરગુરુ દેવના વરદ હસ્તે શાસનચંદ્રિકા પૂ. હીરાબાઈ મ.સે. પૂ. જયોતિબાઈ મ.સ. પરિવારના પૂ. ભારતીબાઈ મ.સ.ની સમીપે વૈરાગી કુ. પલકબેન દોશીનો શાનદાર દીક્ષા મહોત્સવ રંગેચંગે ઉજવાયેલ.
દીક્ષા પ્રસંગે શનિવારે વિદાયમાન સંજય શાહે કરાવતા અનેકની આંખો અશ્રુસભર બની હતી. સ્વાધ્યાય પાઠમાળાની વિમોચન વિધિનો રમાબેન સી. દફતરી વગેરેએ 8માં લાભ લઈને 11 સંતો, 71 મહાસતીજીઓને અર્પણ કરતા નૂતન દોશી આનંદ વિભોર બન્યા હતા.
તા.1ને રવિવારે સવારે જયોત્સનાબેન રજનીભાઈ ખંધાર પ્રેરિત શોભાયાત્રા પૂર્વે અમૃતબેન પ્રેમચંદ વોરાની રજવાડી નવકારશી રાખેલ.
નયનરમ્ય ડુંગર દરબારનો નજારો સંત સતીજીઓથી શોભાયમાન બન્યો હતો. મંગલાચરણ બાદ કુર.રાજવી વોરાએ સ્વાગત નૃત્ય અને માસ્ટર ધ્યાનમ અમર દોશીએ અંગ્રેજીમાં દીક્ષાની મહત્તા સમજાવ્યા બાદ સંઘના પ્રમુખ બિપીનભાઈ સંઘવીએ આવકાર પ્રવચન કરેલ.
વૈરાગી પલકબેને પ્રવચનમાં સંસારી જીવનની અસારતાનું સચોટ વર્ણન કરી કહેલ કે પ્રભુ તરફ જવાને બદલે પારકી પંચાત તરફ ચાલ્યા જવાશે તો જીવનનો શું ફાયદો?
દીક્ષાર્થીના શુકનવંતા પ્રતીકોના ચડાવામાં રજત શ્રીફળનો 7માં અસ્મીતા હિતેશ જસાણી, જીવદયા કળશનો 7માં સરોજબેન બકુલભાઈ મહેતાના 75માં જન્મ દિનની ખુશાલીમાં અને નામકરણનો 7માં નયનાબેન રૂપાણી, મિલીબેનજિગરભાઈ શેઠ, પારૂલબેન ઉર્વિશભાઈ વોરા તેમજ ચેઈનનો રાજવી અને યશ વોરા હીરાની અંગુઠીનો ગુલાબચંદજી કોઠારી અને નવકારવાનીનો દક્ષા મુકેશ કામદાર, મીના વિનોદ લાખાણીએ લાભ લીધેલ.
અષ્ટ મંગલનો રમીલા લાઠીયા, ઈલા શાહ, ભવ્યા તેજસ કોટીચા, આરતી અનિલ વિરાણી, પ્રતિમા પારેખ, આશા મણીયાર, માનસી પારેખ, જયવંતભાઈ જસાણી પરિવારે લાભ લીધેલ. દીક્ષા પ્રસંગે શ્રમણી વિદ્યાપીઠ-જ્ઞાનદાતા યોજનાની ટહેલ કરતા લાખો રૂપિયાનું ફંડ થયેલ. પૂ.મનહરમુનિ મ.સા. પૂ. વિમલમુનિ મ.સા. પૂ. જયેશમુનિ મ.સા., પૂ. ધનેશમુનિ મ.સા. સહિત 11 સંતો અને વિવિધ સંપ્રદાયના 71 મહાસતીજી બિરાજીત હતા. શનિવારે વડી દીક્ષાવિધિ જાવાડી જૈન સંઘમાં યોજાશે.


Loading...
Advertisement