રામમંદિર નિર્માણ સામે જમિયતની સુપ્રિમમાં રિવ્યુ પીટીશન

02 December 2019 07:19 PM
India
  • રામમંદિર નિર્માણ સામે જમિયતની સુપ્રિમમાં રિવ્યુ પીટીશન

ઓકટોબરમાં વિવાદીત સ્થળે હિંદુ પક્ષકારોને સોંપવાના નિર્ણય સામે અપીલ : મુસ્લિમ પર્સનલ બોર્ડ પણ 9 ડિસેમ્બર પહેલા અરજી કરશે

નવી દિલ્હી તા.3
જમિયત ઉલેમા એ હિંદએ આજે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા ચુકાદા સામે રિવ્યુ પીટીશન કરી છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક મુસ્લિમ પક્ષકારોએ વિવાદાસ્પદ સ્થળે રામમંદિરના નિર્માણની પરવાનગી આપતા નવેમ્બર મહિનાના સુપ્રિમ કોર્ટના ચુકાદા સામે સમીક્ષા અરજી નહીં કરવા નિર્ણય લીધો હતો.
શબાના આઝમી, નસીરુદીન શાહ સહિતના કેટલાક ગણમાન્ય મુસ્લિમ અગ્રણીઓએ પણ સદભાવના-શાંતિ માટે મુસ્લિમ સંગઠનોને સુપ્રીમ કોર્ટનો ચૂકાદો સ્વીકારી લેવા અપીલ કરી હતી.જો કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઝફરયાબ જિલાનીએ જણાવ્યું હતું કે અમે આજે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી કરીશું નહીં, પણ અમે એ તૈયાર કરી છે અને 9 ડિસેમ્બર પહેલા એ કરીશું.


Loading...
Advertisement