અન્ડર-19 વર્લ્ડકપ માટે ભારતની ટીમ જાહેર થઈ

02 December 2019 07:17 PM
Sports
  • અન્ડર-19 વર્લ્ડકપ માટે ભારતની ટીમ જાહેર થઈ

અન્ડર 19 વર્લ્ડકપ 17 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકામાં રમાશે. ફાઈનલ 9મી ફેબ્રુઆરીએ રમાશે. ભારતનો પ્રથમ જંગ 19 જાન્યુઆરીએ શ્રીલંકા સામે છે. ઉલ્લેખનીય છે કે ભારતની અન્ડર 19 ટીમ ચાર વર્લ્ડકપ જીતી ચૂકી છે. આ વખતે ભારત ગ્રુપ એ માં અને પાકિસ્તાન ગ્રુપ સીમાં છે. ભારતની બીજી મેચ જાપાન સામે અને ત્રીજી મેચ ન્યુઝીલેન્ડ સામે છે. કુલ 19 ટીમો આ વર્લ્ડકપમાં ભાગ લઈ રહી છે. ભારતીય ટીમમાં પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રુવચંદ જૂનેલ (વિકેટકીપર અને ઉપપ્તાન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સકસેના, શાશ્ર્વત રાપન, દિવ્યાંશ જોષી, શુભંગ હેગડે, રવિ બિશ્ર્નોઈ, આકાશસિંહ, કાર્તિક ત્યાગી અથર્વ અંકલેકર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સુશાંત મિશ્રા, વિદ્યાધર પાટીલ છે.


Loading...
Advertisement