જેતપુરના દેવકી ગાલોલ ગામે ખેડુત દંપતીની પ્રતિક સમાધી

02 December 2019 07:15 PM
Dhoraji Saurashtra
  • જેતપુરના દેવકી ગાલોલ ગામે ખેડુત દંપતીની પ્રતિક સમાધી

ખેતરમાં ઉભા પાકને ઉખેડી વીજપોલ નાંખી દેવાતા જેટકો કંપની સામે વિરોધ: પુરતું વળતર પણ નહીં અપાયાનો આક્ષેપ

જેતપુર તા.2
જેતપુર નજીકનાં દેવકી ગાલોલ ગામે ખેડુત દંપતિએ જેટકો કંપનીની મનમાની સામે પ્રતિક સમાધી લઈ વિરોધ નોંધાવેલ હતો. આ ઘટનાને પગલે ખેડુતોમાં ભારે સનસનાટી મચી જવા પામી છે.આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે જેતપુરના દેવકી ગાલોલ ગામે ખેડુતનાં વિરોધ છતાં જેટકો કંપનીએ ઉભા પાકને ઉખેડી ખેતરમાં વીજપોલ નાંખી 66 કે.વી.વીજલાઈન નાંખી દીધેલ છે.તેમજ તેનું પુરતુ વળતર પણ ખેડુતોને નહી ચુકવવામાં આવેલ હોવાનો આક્ષેપ આ પ્રતિક સમાધી લેનાર ખેડુત દંપતી દ્વારા કરવામાં આવેલ છે.
જેટકો કંપનીએ ગ્રામજનોનાં વિરોધ છતાં પોલીસ રક્ષણ સામે આ વીજપોલ નાખવાની કામગીરી કરતા તેની સામે વિરોધ ભભૂકી ઉઠયો છે.જેટકો કંપનીની આ મનમાની સામે ખેડુત દંપતીએ પ્રતિક સમાધી લઈ અહિંસક વિરોધ નોંધાવેલ હતો તેમજ પાકનું નિકંદન કરવા સબબ પુરતું વળતર ચૂકવવા માંગણી ઉઠાવવામાં આવી છે.


Loading...
Advertisement