વિધાનસભાના ત્રણ દિ’ના ટુંકા સત્રમાં 10થી વધુ વિધેયકો મૂકાવાની શકયતા

02 December 2019 07:12 PM
Gujarat
  • વિધાનસભાના ત્રણ દિ’ના ટુંકા સત્રમાં 10થી વધુ વિધેયકો મૂકાવાની શકયતા

ગાંધીનગર તા.2
આગામી નવ તારીખથી ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર ત્રણ દિવસ માટે યોજાશે. તો બીજી તરફ વિપક્ષના વિરોધ વચ્ચે યોજાનારા ટૂંકા વિધાનસભા શિયાળુ સત્રમાં દસથી વધુ કાયદાઓ સુધારા કરવા માટે ભાજપ સરકાર દ્વારા અત્યારથી જ શરૂઆત કરી દેવામાં આવી છે અને આવી રહેલા આ શિયાળુ સત્ર દરમિયાન રજૂ થઇ ન થઇ શકેલા વિધેયકો પણ ગૃહમાં રજૂ કરવાનો એજન્ડા હોવાના અહેવાલ છે.
આગામી 9 10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું તુમ કો શિયાળુ સત્ર મળશે જ્યારે પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે ત્યાર બાદ બાકીના બે દિવસોમાં વર્તમાન ભાજપ સરકાર તરફથી દોસ્તી વધુ તકો ગૃહમાં રજૂ કરવા માં આવશે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રજૂ કરવામાં આવનાર વીધેયકો પૈકી 4 વિધેયકોની દરખાસ્ત વિભાગને મળી ચુકી છે.
તો બીજી તરફ ગત વિધાનસભા દરમિયાન પડતર રહેલા અને જેની ચર્ચા થઈ ન હતી તેવા અગાઉનાં પડતર વિધેયકો રજૂ કરવા માટે સરકાર મક્કમ બની છે જેમાં ઇન્ડિયન ફોરેસ્ટ ગુજરાત સુધારો વિધેયક , ગુજરાત લેબર વેલ્ફેર ફંડ સુધારા વિધેયક અને ગુજરાત સંસ્કૃત એજ્યુકેશન બોર્ડ વિધેયક આ વખતના સત્રમાં રજૂ કરવા માટે વિજય રૂપાણીની ક સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત ચાર અન્ય વિધેયકો પણ વિધાનસભામાં રજૂ કરવા માટે ની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાના અહેવાલ છે અને તેની ચકાસણી નું કામ પણ જે તે વિભાગો દ્વારા પૂરું કરી લેવામાં આવી હોવાના અહેવાલ છે. વિભાગ દ્વારા ચકાસણી પૂર્ણ કરવામાં આવી હોય તેવા વિધેયકોમાં માં ગુજરાત સ્ટેટ હાયર સેક્ધડરી એજ્યુકેશન કાઉન્સિલ સુધારા વિધેયક, ગુજરાત લેન્ડ રેવન્યુ સુધારા વિધેયક , જીએસટી સુધારા વિધેયક અને ગુજરાત કો ઓપરેટીવ સોસાયટી સુધારા વિધેયક નો સમાવેશ થાય છે.
તો બીજી તરફ અન્ય પડતર બે વિધેયકો ગુજરાત પ્રોફેશનલ ટેકનીકલ એજયુકેશન કોલેજ ઓફ ઇન્સ્ટીટયુટ ફી સુધારા વિધેયક , અને ગુજરાત એમ.એસ.એમ.ઈ સુધારા વિધેયક પણ સરકાર કક્ષાએથી રજૂ કરવામાં આવશે. જોકે આ વિધેયકોની ચકાસણી બાકી છે. ઉપરાંત વિભાગમાંથી વિધેયક રજૂ કરવા માટેની દરખાસ્ત ની રાહ જોવામાં આવી રહી હોવાનું મનાઈ રહ્યું છે.
જોકે એ વાત ચોક્કસ છે કે સરકાર દ્વારા ટૂંકા વિધાનસભા સત્રમાં ફટાફટ પડતર અને નવા વિધેયકો રજુ કરવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે પરંતુ જે તે વિભાગની દરખાસ્ત બાકી છે તે સરકારને મળશે ત્યારે તે વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.


Loading...
Advertisement