અકસ્માતમાં ઘાયલ યુવકોના મૃતદેહોની ફૂટપાથ પર થપ્પી લગાવી, મોબાઈલની ચોરી

02 December 2019 07:08 PM
India
  • અકસ્માતમાં ઘાયલ યુવકોના મૃતદેહોની ફૂટપાથ પર થપ્પી લગાવી, મોબાઈલની ચોરી

દિલ્હીમાં માનવતા પિંખાઈ ગઈ

નવી દિલ્હી તા.2
માણસે ભલે અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી હોય પણ સંવેદના-માનવતા તાર થઈ ગઈ છે. એ પણ કડવી હકીકત છે, નવી દિલ્હીમાં મોડી રાત્રે અકસ્માતનો ભોગ બનેલા યુવકોએ મદદ કરવાને બદલે કોઈએ તેમના દેહને એક ઉપર એક ફૂટપાથ પર મુકી દીધા હતા એટલું જ નહીં, આ યુવકોના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરી ગયા હતા, આવા સમયે હોસ્પિટલે દાખલ કરાવવાને બદલે કોઈએ ઘાયલ યુવકોને ફૂટપાથ પર રેઢા મુકી દેતા આ યુવકોની સાથે સાથે માનવતા પણ ઘાયલ થઈ હતી.
આ ત્રણેય યુવકોને બાદમાં હોસ્પિટલે ખસેડાતા ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતક યુવકોના પરિવારજનોનો આક્ષેપ છે કે ઘટનાસ્થળથી માત્ર 300 મીટર દૂર એલએનજેવી હોસ્પિટલના ઈમરજન્સી હતી. જો સમયસર તેમને હોસ્પિટલે પહોંચાડાયા હોત તો તેમના જીવ બચી શકે તેમ હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય યુવકોને રસ્તા પરથી પસાર થઈ રહેલા એક યુવકે પોતાની સ્કૂટી રોકીને ઓટો રીક્ષામાં નાખીને હોસ્પિટલે પહોંચાડયા હતા. બાદમાં આ યુવકને ખબર પડી હતી કે ત્રણેય યુવકો તેના પડોશી છે. હોસ્પિટલ ખસેડવામાં લગભગ 25 મીનીટ લાગી ગઈ, જયાં પહોંચતા તબીબે ત્રણેય યુવકોને મૃત જાહેર કર્યા હતા.ઘટનાસ્થળે ફૂટપાથ પર લગભગ 20 ફુટની દૂરી પર ટાયર ઘસવાની નિશાની છે. જે કોઈ મોટા વાહનના ટાયરના નિશાન છે એવી આશંકા છે કે ટકકર માર્યા બાદ કદાચ આરોપી વાહન ચાલકે પોતાની ગાડી રોકી ત્રણેય યુવકોને એક ઉપર એક એમ સુવડાવીને ફરાર થઈ ગયો.


Loading...
Advertisement