ધુમ્મસના પગલે પાયલોટે હાથ ઉંચા કરી દેતા ‘યાત્રી’એ વિમાન સંભાળી લીધું!

02 December 2019 06:54 PM
India
  • ધુમ્મસના પગલે પાયલોટે હાથ ઉંચા કરી દેતા ‘યાત્રી’એ વિમાન સંભાળી લીધું!

‘યાત્રી’ કુશળ પાયલોટ હોઈ દિલ્હી એરપોર્ટ પર વિમાનનું લેન્ડીંગ કરાવ્યું

પૂણે તા.2
દિલ્હીમાં ધુમ્મસના કારણે વિમાનનું લેન્ડીંગ કરવામાં પાયલોટે હાથ ઉંચા કરી દેતા એક યાત્રીએ આ વિમાનનું ધુમ્મસભર્યા વાતાવરણમાં સકુશલ ઉતરાણ કરાવ્યું હતું, ચોકશો નહી, આ યાત્રી એક ટ્રેઈન્ડ પાયલોટ જ હતો.
પુણેથી દિલ્હી આવી રહેલા ઈન્ડીગો એર લાયન્સના વિમાનના પાયલોટે દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધુમ્મસ હોવાના કારણે વિમાનનું ઉતરાણ કરાવવાનો ઈન્કાર કર્યો હતો. કારણ કે તેની પાસે આ પરિસ્થિતિમાં વિમાન ઉતરાણ કરવાનો પર્યાપ્ત અનુભવ નહોતો. આ દરમિયાન એરલાઈન્સે જે યાત્રીને વિમાન સંભાળવાનો આગ્રહ કરેલો તે પણ પાયલોટ હતો અને આવી પરિસ્થિતિમાં વિમાન ઉડાડવા માટે ટ્રેઈન્ડ અને અનુભવી હતો. કેટ-3-બીની તાલીમ લઈ ચૂકેલા આ યાત્રીને પાયલોટે અન્ય યાત્રીઓને અસુવિધાઓથી બચાવવા વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સફળ લેન્ડીંગ કરાવ્યું હતું. યાત્રી પાયલોટે યુનિફોર્મ વિના કોકપીટમાં પ્રવેશ કરાવતા ડીજીસીએ એરલાયન્સને દંડ લાગી શકે છે.


Loading...
Advertisement