રાજકોટ : હેવાનિયત સામે 24 કલાક સુધી છેડાયું માનવતાનું યુદ્ધ!

02 December 2019 06:52 PM
Rajkot Crime Gujarat
  • રાજકોટ : હેવાનિયત સામે 24 કલાક સુધી છેડાયું માનવતાનું યુદ્ધ!
  • રાજકોટ : હેવાનિયત સામે 24 કલાક સુધી છેડાયું માનવતાનું યુદ્ધ!
  • રાજકોટ : હેવાનિયત સામે 24 કલાક સુધી છેડાયું માનવતાનું યુદ્ધ!
  • રાજકોટ : હેવાનિયત સામે 24 કલાક સુધી છેડાયું માનવતાનું યુદ્ધ!
  • રાજકોટ : હેવાનિયત સામે 24 કલાક સુધી છેડાયું માનવતાનું યુદ્ધ!
  • રાજકોટ : હેવાનિયત સામે 24 કલાક સુધી છેડાયું માનવતાનું યુદ્ધ!
  • રાજકોટ : હેવાનિયત સામે 24 કલાક સુધી છેડાયું માનવતાનું યુદ્ધ!

રાજકોટ પોલીસ કમિશ્નર અને ઇન્વેસ્ટિગેટર સાથેની રૂબરૂ વાતચીતનો સંપૂર્ણ અહેવાલ :રાજકોટમાં થયેલ દુર્ભાગ્યપૂર્ણ દુષ્કર્મના ગુન્હાને સીટી પોલીસે 24 કલાકની અંદર કઈ રીતે ઉકેલ્યો... : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ હવે વધારે સમય ગુમાવવા નહોતાં માંગતા. આથી સવારે 6.50ના સુમારે તેમણે ગાંધીનગર ફોરેન્સિક લેબમાં ફોન કર્યો. રાજકોટમાં બની ગયેલા આ બનાવ વિશે તેમણે ત્યાંના ઓફિસરને વિસ્તૃત સમજૂતી આપીને સત્વરે મદદ કરવા જણાવ્યું. જેનું કારણ એ કે, રવિવાર નજીક હતો અને જો વધારે મોડું થાય તો ગુનેગાર સિકંજામાંથી છટકી જાય! આથી કોઇપણ સંજોગોમાં શનિવાર પહેલા ત્યાંથી ફાઇનલ રિપોર્ટ્સ મળી જવા જરૂરી હતાં.

NCRB (નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો) ના આંકડાઓ મુજબ, ભારતમાં દર 20 મિનિટે 1 બળાત્કારનો કિસ્સો સામે આવે છે. જ્યારે દર ચારમાંથી ત્રણ આરોપી નિર્દોષ છૂટી જાય છે!

પીડિતાના પરિવારને સરકારી યોજના હેઠળ સસ્તા ભાવે ઘર મળી જાય એ માટેના પ્રયાસો પણ રાજકોટ પોલીસતંત્ર તથા કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા હાથ ધરવામાં આવશે.

‘જે કંઈ પણ થયું, એને અમે બદલી નહીં શકીએ. પરંતુ આવી દુષ્કૃત્યોને અટકાવવા માટે અમારૂ આખું પોલીસ તંત્ર હવેથી દિવસ-રાત એક કરીને રાજકોટ શહેરની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ છે, એ વાતની હું ખાતરી આપું છું.’ - પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

આપણા સંસ્કાર પર શંકા પડે એવું થયું છે,
વાણી ને વે’વાર પર શંકા પડે એવું થયું છે.
‘નારી તુ નારાયણી’ બોલવામાં સારું છે પણ,
આપણા આચાર પર શંકા પડે એવું થયું છે.
- સાગર રાકેશ, વડોદરા

‘રાત્રે સાડા અગિયાર વાગ્યે મારો ફોન ધણધણી ઉઠ્યો. થોરાળા પોલીસ સ્ટેશનનો એ ઑફિશિયલ નંબર હતો. સામે છેડેથી આપવામાં આવેલા 8 વર્ષની બાળકીના બળાત્કારના સમાચારે શિયાળાની આ કાતિલ ઠંડીમાં પણ ક્રોધનો ભભૂકતો લાવા મારા મનમાં જગાવી દીધો!’ - પોલીસ ઈન્સપેક્ટર હિતેષ ગઢવી

શિયાળાની એ કડકડતી રાત હતી. સંધ્યા સમય પછી નાનકડું ચકલું પણ પોતાના માળામાંથી બહાર ન નીકળી શકે એવી ઠંડી પડી રહી હતી. આ ઋતુ એવી હોય છે, જ્યારે ખેત મજૂરો અને કડિયા કામ કરનારા લોકો બહારગામોથી સ્થળાંતર કરીને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં થોડાક મહિનાઓ માટે આવીને વસી જતાં હોય છે. સાંજ પડ્યે પોતાનું ભોજન પતાવીને તેઓ વહેલાસર સૂઈ જવાનો આગ્રહ ધરાવે છે, કારણ કે તેમનો દિવસ સામાન્યત: સવારના ત્રણ-ચાર વાગ્યે શરૂ થઈ જાય છે. અને આમેય શિયાળામાં તો રાત અમથી પણ ટૂંકી હોય છે. પરંતુ બાબરા પંથકમાંથી રાજકોટ આવીને વસેલા એક ગરીબ મજૂર પરિવાર માટે એ રાત અત્યંત ગોઝારી પૂરવાર થઈ.
રાત્રે નવ વાગ્યે તો તેઓ જમી-પરવારીને પોઢવાની તૈયારીમાં હતાં. માથે રહેવા માટે છત નહીં, એટલે મહાનગરપાલિકાના બગીચામાં એક કામચલાઉ ઝૂંપડું બનાવીને તેઓ પોતાનું ગાડું રોળવી રહ્યા હતાં. આખા દિવસનો થાક ને એમાં જમ્યા પછીની મીઠુંમધુરું ઘેન! બાપડાઓને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ કાળરાત્રિ એમના જીવનમાં કદી ન રૂઝાય એવો એક મોટો ઘા આપીને જવાની છે!
પતિ-પત્ની, જેઠ, સસરા, દિયર, બે પુત્ર અને ત્રણ પુત્રી સહિતનો આખો પરિવાર ઊંડી નિંદ્રામાં હતો. શીત ઋતુના સપાટા હળવેકથી વાતાવરણ ગજાવી રહ્યા હતાં. કમળાબહેનની (નામ બદલ્યું છે) 8 વર્ષની પુત્રી પણ એની માતાની સોડમાં લપાઈને ચિંતારહિત ઊંઘ લઈ રહી હતી. બાળપણના રમતિયાળ સપના તેની આંખોના પોપચા પર દસ્તક દઈ રહ્યા હતાં. પોતાની સાથે થોડી વારમાં શું બનવાનું છે, એ વાતથી તદ્દન બેખબર એ ટબૂકડી છોકરી પોતાના ગોદડામાં ઠૂઠવાઈને ભવિષ્યની કલ્પનાઓને આકાર આપી રહી હતી.
ત્યાંથી થોડે જ દૂર ઝાડીઓમાં અચાનક કશોક સળવળાટ થયો. જોકે, ભાવનગરનો રોડનો એ વિસ્તાર જ એવો છે કે, ત્યાં આવા બધા મામૂલી અવાજો કોઈને કાને પણ ન પડે! પરંતુ આ સળવળાટ પ્રાણી કે પશુનો નહીં, હવસખોરીનો હતો! ધીરેથી એક માનવ-આકૃતિ અંધારામાં લપાતી-છૂપાતી પેલા ગરીબ પરિવારના ઝૂંપડા તરફ આગળ વધી. યુવાનની નજર 8 વર્ષની છોકરીની બંગડીઓ પર હતી. એ કૂમળા હાથમાં પોતાની વાસનાનો લસરકો પાડવા માટે તેનું મન બેચેન બની રહ્યું હતું. તેની ચાલ-ઢાલ અને ચહેરા પરથી એવું બિલકુલ નહોતું લાગતું કે તે ભાનમાં છે! ચારેક દિવસની વધી ગયેલી દાઢી અને ઘઉંવર્ણો ચહેરો તેની ગરીબીની ચાડી ખાતો હતો.
મેલાઘેલા કપડાં, એમાંથી આવતી દેશી દારૂની દુર્ગંધ અને લથડતા પગ એ વાતની ચાડી ખાતાં હતાં કે ભાઈએ ચિક્કાર નશો કર્યો છે! તેની ચામડીમાં કઠોરતા જણાતી અતી. હાથ જાણે લોઢાના થઈ ગયા હોય એવું લાગતું હતું. આટલી નાની ઉંમરે આવા મજબૂત હાથ કઈ રીતે થયા હશે, એ પ્રશ્ર્ન હતો! તેની આંખોમાં છલકાતી લોલુપતા અને શરીરમાં દોડી રહેલું વધારે પડતું ગરમ લોહી તે છોકરા પાસે કશુંક અજુગતું કરાવીને જ રહેશે એવી આશંકા ધીરે ધીરે વિશ્ર્વાસમાં તબદીલ થઈ રહી હતી.
સાવ અચાનક બગીચામાં વ્યાપેલા ઘોર અંધકારમાં બે-ચાર ઘૂરકિયાં સંભળાયા! પેલા લબરમૂછિયાંને ઘડીભર આશ્ર્ચર્ય થયું. પાછળ ફરીને જુએ છે તો બે-ત્રણ કૂતરાઓ તેનાથી થોડેક છેટે ઉભા રહીને તેની ગતિવિધિઓ જોઈ રહ્યા હતાં. એમાંના એકે જોરજોરથી ભસવાનું શરૂ કર્યુ. બીજા બંને કૂતરાઓ પણ હવે મોટેથી ભસી રહ્યા હતાં. 22 વર્ષના હરદેવને લાગ્યું કે અગર અહીંથી હટીશું નહીં તો આ કૂતરાઓનો અવાજ સાંભળીને પેલો પરિવાર જાગી જશે.
તાત્કાલિક હરદેવ પહેલા જ્યાં છુપાયો હતો ત્યાં જઈને બેસી ગયો. કૂતરાઓ થોડીવારમાં શાંત થઈ ગયા. અડધી કલાક સુધી હરદેવ પોતાની જગ્યા પરથી હલ્યો સુદ્ધાં નહીં. કૂતરાઓ બગીચામાંથી બહાર ચાલ્યા ગયા ત્યારબાદ ફરી એક વખત તેની નજર 8 વર્ષની માસુમ બાળકી પર સ્થિર થઈ. લપાતો-છુપાતો તે બાળકી પાસે પહોંચ્યો. તેને ગોદડામાંથી ઉઠાવીને લઈ જવી શક્ય નહોતી કારણ કે એમ કરવાથી સળવળાટને કારણે તેના પરિવારનું ધ્યાન જવાની સંભાવના વધુ હતી. રખે ને બાળકી ઉઠી જાય ને બૂમો પાડવા લાગે તો શું કરવું? આવા બધા વિચારો તેના મનમાં એકીસાથે દોડી રહ્યા હતાં.
છેવટે તેણે ભૂલકીને ગોદડા સહિત ઉપાડી નજીકની ઝાડીઓ તરફ દોટ મૂકી. બાળકી તો હજુ ઊંઘમાં જ હતી. પુલિયા નીચે લઈ જઈને ગોદડા સહિત તેણે બાળકીને છુટ્ટી મેલી! ધડાક કરતાં જમીન સાથે અથડાવાને કારણે બાળકી ગભરાઈને જાગી ગઈ. હરદેવને માથે તો જાણે હૈવાન સવાર થઈ ચૂક્યો હતો. છોકરીનું મોઢું દબાવીને એક હાથે તેણે તેના સલવારનું નાડું ખોલ્યું. 8 વર્ષની છોકરીને તો શું ખબર પડે? એની અનિચ્છા હોવા છતાં હરદેવ અટક્યો નહીં. પોતાના મોબાઇલની ફ્લેશ-લાઇટની ચાલુ કરીને તેણે પોતાની હવસ બુઝાવવાની શરૂ કરી.
છોકરીના દરેક વિરોધનો જવાબ તે માર-પીટમાં આપી રહ્યો હતો. પેલી બાપડીને સમજાઈ નહોતું રહ્યું કે પોતાની સાથે થઈ શું રહ્યું છે? અચાનક પેટથી નીચેના ભાગે આટલું દર્દ કેમ થવા માંડ્યુ? આવી અસહ્ય પીડા તેણે જિંદગીમાં ક્યારેય સહન નહોતી કરી. હરદેવના મોઢામાંથી દારૂની વાસ અને ગંદી ટપકતી લાળને કારણે તેનું આખું મોઢું ભરાઈ ગયું હતું. આંખોમાં વેદના અને દુ:ખના અશ્રુ ઉભરાઈ આવ્યા હતાં.
‘માઁ કહેતી હતી કે દીકરીના માથે હજારો જવાબદારી હોય છે. એમાંની એક જવાબદારી ક્યાંક આ તો નહીં હોય ને? અગર જો આવું જ હોય તો મને આવતાં જન્મે દીકરી થઈને નથી જનમવું!’ તેના મનમાં વિચારોનું વાવાઝોડું આવીને ભવિષ્યના શમણાંઓને વેરવિખેર કરી રહ્યું હતું.
અગિયારેક વાગ્યા હશે. બે વર્ષનો નાનો પુત્ર અચાનક જાગીને આક્રંદ કરવા લાગ્યો. માતા પણ ઝબકીને જાગી ગઈ. આજુબાજુ નજર કરીને જોયું તો ક્યાંય દીકરી ન મળે! પરિવારને જગાડીને તે પોતાના એક સંબંધીને ત્યાં પૂછપરછ કરતી આવી. હાંફળીફાંફળી થયેલી એ માઁ ને પોતાની પેટની જણ્યીની ભાળ નહોતી મળી રહી. રીક્ષા લઈને તે પોતાના ઝૂંપડા તરફ પરત જ ફરી રહી હતી.
અચાનક પેલી બાળકીને પોતાના માતા-પિતા દેખાયા. તેણે ચીસ પાડવાની કોશિશ કરી, પરંતુ હરદેવે તેના મોઢે ડૂમો દઈ દીધો. પોતાની આગ શાંત થતાંની સાથે જ બાળકીને લોહીવાળા કપડાં જેમની તેમ છોડીને ત્યાંથી નાસી ગયો. થોડીવાર પછી તેના માતા-પિતાને તે એક સ્કોર્પિયો કાર પાસે લોહીલુહાણ હાલતમાં મળી આવી. તેની માઁને કશું જ સમજાઈ નહોતું રહ્યું. તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને આ વિશે ફરિયાદ કરી.
રાત્રે સાડા અગિયાર વાગ્યાની આજુબાજુ પીઆઈ ગઢવીના મોબાઇલ પર એક ફોન આવ્યો. જેમાં તેમને ઘટનાની અથથી ઇતિ જાણકારી આપવામાં આવી. સર્વપ્રથમ તો બાળકીને ઘણું જ વધારે બ્લીડિંગ થતું હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને તેની સારવાર શરૂ કરી દેવામાં આવી. પોલીસની આખી ટીમ બરાબરના બારના ટકોરે કામે વળગી ગઈ. મનપાના એ બગીચાની આજુબાજુમાં કેટલા સીસીટીવી કેમેરા છે, એની માહિતી પ્રાપ્ત કરવાનું શરૂ થયું. પોલીસ પાસે પહેલેથી જ કેટલાક શકમંદ લોકોના ફોટો મૌજૂદ હતાં. હરદેવ આમ પણ પહેલેથી પુલિયા નીચે દારૂ પીધેલી હાલતમાં પડ્યો રહેતો હતો, એટલે પોલીસની નજર તેના પર હતી જ! બાળકીને પોલીસના ફોનમાંથી હરદેવનો એક ફોટો દેખાડવામાં આવ્યો. તુરંત તેણે માથું ધુણાવીને હરદેવને ગુનેગાર ઠેરવ્યો.
આમ છતાં પોલીસ કાર્યવાહીની પ્રણાલી મુજબ, રૂબરૂમાં તેની આરોપી તરીકેની ખાતરી થવી જરૂરી હતી. જેના માટે બાળકી થોડીક સ્વસ્થ થાય ત્યારબાદ જ કંઈક પગલાં ઉઠાવી એમ શકાય હતું. એ દરમિયાન પોલીસ તંત્રએ સૌથી પહેલું કામ બાળકીના કપડાંમાંથી લોહીના નમૂના લેવાનું કર્યુ. પોલીસે લગભગ ચારેક જેટલા શકમંદોને પકડ્યા હતાં. એમના દરેકના આંતર્વસ્ત્રોમાંથી વીર્ય અને લોહીના નમૂના લેવામાં આવ્યા. પોલીસ કમિશ્નર અગ્રવાલે રાત્રે 2.30 વાગ્યે પોતાના મોબાઇલમાં આ સમાચાર જોયા અને બીજું બધું કામ પડતું મૂકીને તાત્કાલિક આ કેસ પર કામ કરવા લાગ્યા. ચાર અલગ અલગ ટીમો બનાવીને એમને કાર્યો સોંપવામાં આવ્યા. પહેલી ટીમ ભાવનગર રોડ પરના બૂટલેગર અને ટપોરીઓ પાસેથી માહિતી કઢાવવા લાગી. પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળી હતી. જેમાં હરદેવ પેલી બાળકીને ખેંચીને લઈ જતો એ ચિત્ર સ્પષ્ટ થતું હતું. જોકે, વીડિયો અત્યંત ઝાંખો હોવાને લીધે તે દેખાવ વિશે કંઈ ખ્યાલ ન આવ્યો, પરંતુ એટલું તો નક્કી થઈ જ ગયું કે બળાત્કારી એકલો-અટૂલો હતો, ઝૂંડમાં નહીં. છોકરીએ આપેલા કદ-કાઠીના વર્ણન પરથી પહેલી ટીમ આરોપીની શોધ કરવા લાગી. બીજી ટીમ ટેક્નિકલ બાબતો પર નજર રહી હતી. આજુબાજુના રસ્તાઓ પરના સીસીટીવી ફૂટેજ જોઈને એ વાતની તપાસ કરવામાં આવી રહી હતી કે આરોપી ક્યાંક કોઈ બીજા રસ્તા પરથી ભાગી છૂટવાનો તો પ્રયત્ન નથી કરી રહ્યો ને? ત્રીજી ટીમ આખા કેસનું રાઉન્ડ-અપ લઈ રહી હતી. અને ચોથી ટીમ જાહેર જનતા પાસેથી કંઈક ઇનપુટ્સ મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી, જેના ભાગરૂપે તેમણે ગુનેગારને પકડનારા વ્યક્તિને રૂપિયા 50,000નું ઇનામ જાહેર કર્યુ હતું.
કેસની વિગતો સમજવામાં અને તાણાવાણા જોડવામાં બીજા ચારેક કલાક વીતી ગયા. મનોજ અગ્રવાલને એ વાતનો ખ્યાલ હતો કે બળાત્કારના કેસમાં જેટલું મોડું થશે એમ આખો કેસ હાથમાંથી સરકતો જશે, કારણ કે મોટા શહેરોમાંથી ગુનેગારો રાતોરાત પલાયન કરી જતાં હોય છે. બાળકીએ હરદેવનો ફોટો જોઈને તેને ગુનેગાર ઠેરવ્યો હતો, આથી તેને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એકવાર પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેણે ભરપૂર ઢોંગ આદરીને પોતાના ગુનેગાર હોવાની શંકા હટાવી દીધી. એ દરમિયાન પુલિયાના આજુબાજુના વિસ્તારોના મોબાઇલ ફોન ટ્રેક કરવામાં આવ્યા. જે સમય દરમિયાન બાળકી પર રેપ થઈ રહ્યો હતો, ત્યારે કેટલા મોબાઇલ ફોન સક્રિય હતાં, કોની-કોની ટેલિફોનિક વાતચીત થઈ હતી, કેટલા સમય સુધી એમનો ફોન ચાલ્યો હતો એ તમામ ડેટા એકઠા કરવામાં આવ્યા. લગભગ 1000 ફોન-કોલ્સના ડેટામાંથી 250 શકમંદ કોલ્સના ડેટા જુદા તારવવામાં આવ્યા.
બાદમાં, બાળકીના કપડાં પરથી જે લોહીના ડાઘ મળ્યા હતાં, એને ફોરેન્સિક લેબમાં મોકલવાની વાત ચાલી. આથી હરદેવને તેના લોહીનો નમૂનો આપવા માટે ફરી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો. આ વખતે તે ખૂબ જ ગભરાઈ ગયો અને પોલ ખૂલી જવાની બીકે તેણે ધીરે ધીરે પોતાનો આખો ગુનો કબૂલી લીધો. ત્યારબાદ ઘટનાસ્થળ પર જઈને સમગ્ર બનાવનું હરદેવ પાસે પુનરાવર્તન કરાવવામાં આવ્યું, જેથી તેના ગુનેગાર હોવાની વાત પર મહોર મારી શકાય. હરદેવે પ્રત્યેક ઝીણામાં ઝીણી વિગતોને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસને રીક્રિએટ કર્યો. પોલીસ સામે તેનો ગુનો સાબિત થઈ ગયો.
પોલીસે પ્રજા માટે જાહેર કરેલી ઇનામની રકમ ડિપાર્ટમેન્ટ માટે રાખી લેવાને બદલે પીડિતાનાં પરિવારને આપવાનું નક્કી કર્યુ છે. તદુપરાંત, સરકાર દ્વારા આવા કેસોમાં મળતી ત્રણ-ચાર લાખની આશ્વાસન રકમ પણ તેમને સમયસર મળે એ માટેની ખાસ જોગવાઈઓ હાથ ધરવામાં આવી છે. એક સલામ. રાજકોટ પોલીસને નામ!

પોલીસે ઈનામની રકમ બાળકીના પરિવારને આપી: બાળકી માટે રમકડાં પણ આપ્યા
દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના તબિયતની પૂછપરછ માટે ડીસીપી ઝોન-1 રવિ મોહન સૈની, એસીપી ટંડેલ તથા ક્રાઇમ બ્રાંચના પી.આઈ એચ.એમ.ગઢવી તથા સ્ટાફ રૂબરૂ હોસ્પિટલ જઇ ડોક્ટર સાથે જરૂરી ચર્ચા કરી તથા પોલીસને ડિટેકશન બાબતે મળેલા 45000 તેમજ રઘુવીર યુવા સેના તરફથી મળેલા 25000 એમ કુલ 70000 રૂપિયા બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના માતા-પિતાને આપવામાં આવ્યા છે. તેમજ નાની બાળકી માટે રમકડા આપવામાં આવ્યા છે.

રાજકોટ રેપ કાંડ : સમગ્ર ઘટનાક્રમ
* આશરે રાત્રીના 11:00 પહેલા અપહરણ બાદ બળાત્કારની ઘટના બની
* 11:15 થી 11:30ની વચ્ચે માતાએ જાગીને જોતાં પોતાની પુત્રી કયાંય પણ દેખાઇ નહી
* પરિવારને જગાડીને તાત્કાલીક શોધખોળમાં તેઓ નીકળ્યા
* 11:30 થી 12ની વચ્ચે ક્રાઇમબ્રાંચના પીઆઇ હિતેશ ગઢવી પાસે આખો મામલો પહોંચ્યો
* આ મામલો પહોંચતા પીઆઇએ પોતાની તમામ ટીમોને કામે લગાડી
* રાત્રે 2:30 કલાકે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને કંટ્રોલ રૂમના વોટસએપ ગ્રુપમાંથી આખી ઘટનાની માહિતી મળી
* પોલીસ કમિશ્નરે અલગ-અલગ ચાર ટીમો બનાવીને તમામને અલગ-અલગ કામગીરીઓ સોંપી
* રાત્રી 3:00 થી 6:00 વાગ્યા સુધી સીસીટીવી ફૂટેજની પોલીસ દ્વારા ચકાસણી થઇ
* સવારે 6:30 કલાકે ફોરેન્સીકમાં જાણ થતાં ડીએનએ અને બ્લડ સેમ્પલ લેવામાં ટીમ રવાના
* સવારના 7:00 કલાક પછી ઘટના સ્થળ આસપાસના અમુક વિસ્તારોના ફોન કોલ ડેટા પ્રાપ્ત કરવામાં આવ્યા
* શકમંદોને બોલાવીને તેમની આકરી પૂછપરછ કરવામાં આવી
* બાળકી થોડી સ્વસ્થ થતાં આઠ થી નવ શકમંદોની ઓળખ પરેડ કરાવાઇ
* શકમંદોના બ્લડ સેમ્પલ લેવા માટે પોલીસ દ્વારા તૈયારી કરાઇ
* સાંજના 7 થી રાત્રીના 1 વાગ્યા વચ્ચે જયારે શકમંદોના બ્લડ સેમ્પલ લેવાઇ રહ્યા હતા ત્યારે આરોપી ઢીલો પડી ગયો અને પોતાનો ગુનો કબુલ કર્યો
* રાત્રીના સમયે આરોપીને લઇને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રીક્ધસ્ટ્રકશન કરાવાયું
* રાત્રીના 1 વાગ્યે પોલીસે આરોપી હરદેવ મશરૂભાઇ માંગરોળીયાના ગુનાની ખાત્રી થતાં આખી ઘટના પરથી અંતે 24 કલાકની મહેનત બાદ પડદો ઉંચકાયો

કલાકોની દોડધામ બાદ નરાધમને પકડી પાડનાર પોલીસ ટીમ
રાજકોટમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યા બાદ શહેરભરની પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. અને થોરાળા પોલીસે તાકીદે ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી અને બાળાની માતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ માટે પડકારરૂપ બનેલા બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમીશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિમોહન સેની, ક્રાઈમબ્રાંચના એસીપી જે.એચ. સરવૈયા તથા અન્ય બે એસીપી, ક્રાઈમબ્રાંચના પીઆઈ. એચ.એમ. ગઢવી, આજી ડેમ પીઆઇ વી.કે.ચાવડા, જી.એમ.હડીયા, સી.જી.જોશી, એસઓજી પીઆઇ આર.વાય.રાવલ, ભકિતનગર પીઆઇ વી.કે.ગઢવી, થોરાળા પી.આઈ એસ.એન.ગડુ ફોજદાર અતુલ સોનારા, યુ.બી.જોગરાણા, પી.એમ.ધાખડા, એચ.એમ.રાણા, એમ.જે.રાઠોડ, જે.જી.ચૌધરી, પી.ડી.જાદવ, પી.બી.જેબલીયા તથા 100થી વધુ પોલીસ કર્મચારીઓનો સ્ટાફ નરાધમની શોધખોળમાં લાગ્યો હતો.અને ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.

કુતરૂ ભસતુ હોય અડધો કલાક જાળીમાં છુપાઇને બેસી રહ્યા બાદ બાળકીને ઉઠાવી
શહેરના આજીડેમ ચોકડી નજીક પરિવાર સાથે સુતેલી આઠ વર્ષની બાળકીને ગોદળા સહિત ઉઠાવી લઇ તેના પર દુષ્કર્મ આચરનાર નરાધમ હરદેવ મશરૂભાઇ માંગરોળીયાને પોલીસે ઝડપી લીધા બાદ તેની પુછપરછ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. નરાધમ હરદેવના ચિક્કાર નશો કરી જતો હતો દરમિયાન બાળકી સૌથી છેલ્લે સુતી હોય અને બંગડી પહેરેલો તેનો હાથ જોઇ જતાં નરાધમે તેને ઉઠાવી લેવાનું નક્કી કરી લીધુ હતું. પરંતુ અહીં કુતરૂ ભસતા તે થોડે દૂર જઇ જાળીમાં છુપાઇ ગયો હતો. બાદમાં તેણે અડધો કલાક અહીં જાળીમાં છુપાઇ ઇંતેજાર કર્યા બાદ બાળકીને ઉઠાવી હતી. બાદમાં તેની સાથે ન કરવાનું કરી નાંખ્યું હતું.

કમિશનરે રાજકોટ પોલીસના દરેક જવાનની કામ પ્રત્યેની સમર્પણ ભાવનાને બિરદાવી
રાજકોટમાં આઠ વર્ષની બાળકીને ઉઠાવી જઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ધૃણાસ્પદ ઘટનાથી નરાધમ પ્રત્યે ભારે રોષની લાગણી ફેલાઇ જવા પામી હતી. તો બીજી તરફ રાજકોટ શહેર પોલીસે કલાકો સુધી દોડધામ કરી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. આ બાબતની પોલીસ કમિશનરે પણ સરહાના કરી હતી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે આ બનાવના તપાસમાં રહેલી પોલીસ ટીમના એકપણ જવાને ભેદ ન ઉકેલાઈ જાય ત્યાં સુધી આરામની વાત નહોતી કરી. રાજકોટ પોલીસ ની કામગીરી કરવાની આ ભાવનાને બિરદાવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે રાજકોટ પોલીસની સુરક્ષા કવચ એપ્લિકેશન ને દિલ્હી ખાતે એવોર્ડ મળ્યો હતો.પરંતુ આ કમનસીબ ઘટના બનતા તે જાહેર કરવામાં આવ્યું ન હતું.

દુષ્કર્મી હરદેવ માંગરોળિયાને પરિવારે કાઢી મુકતા રખડુ જીવન જીવતો હતો
રાજકોટમાં બાબરા પંથકમાંથી પેટીયુ રળવા આવેલા મજૂર પરિવારની માસુમ બાળકીને રાત્રીના ગોદડામાં વીંટાળી અપહરણ કરી પુલ નીચે છરીની અણીએ દુષ્કર્મ આચરનાર મૂળ સાવરકુંડલાના અને હાલમાં રાજકોટમાં રખડુ જીવન જીવતા નાથબાવા નરાધમને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સને પરિવારે કાઢી મુકતા તે રખડતું ભટકતું જીવન પસાર કરતો હોવાનું જાણવા મળ્યું છે.તેમજ આ શખ્સ અગાઉ મારામારીના બે ગુનામાં પણ સંડોવાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.

આરોપીને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરાયો
રાજકોટમાં બાબરા પંથકમાંથી પેટીયુ રળવા આવેલા મજૂર પરિવારની માસુમ બાળકીને રાત્રીના ગોદડામાં વીંટાળી અપહરણ કરી પુલ નીચે છરીની અણીએ દુષ્કર્મ આચરનાર મૂળ સાવરકુંડલાના અને હાલમાં રાજકોટમાં રખડુ જીવન જીવતા નાથબાવા નરાધમને પોલીસે ઝડપી લીધો હતો. નરાધમ હવસખોર હરદેવ મશરૂ માંગરોળિયાનો મહિલા પોલીસે કબજો સંભાળ્યો છે. અને વધુ તપાસ અર્થે પી.આઈ એસ.એન.પટેલ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

હવસખોર હરદેવ વારંવાર લલના પાસે જતો પૈસા ન હોવાથી બાળકીને ઉઠાવી લીધી
શહેરના આજીડેમ ચોકી નજીકના વિસ્તારમાંથી આઠ વર્ષની બાળાને ગોદડા સહિત ઉઠાવી જઇ તેના પર દુષ્કર્મ આચરવાની ધૃણાસ્પદ ઘટનાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાંખી આરોપી હરદેવ માંગરોળીયાની ધરપકડ કરી હતી. પોલીસે આ નરાધમની ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ કરતાં તેણે કેટલીક નફ્ફટ કબુલાતો આપી હતી. નરાધમે પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે તે વારંવાર કુટણખાનામાં લલનાઓ પાસે જતો હતો. પરંતુ બનાવના દિવસે તેણે ચિક્કાર નશો કર્યા બાદ પોતાની પાસે લલનાને ચુકવવા માટેના પૈસા ન હોય તે આ વિસ્તારમાંથી પસાર થતો હતો દરમિયાન અહીં સૂતેલી બાળકીના હાથમાં બંગડી જોઇ જતાં આ બાળકી હોવાનું માલુમ પડયા બાદ તેની અંદર વાસનાનો કિડો સળવળયો હતો અને બાદમાં તેણે મનોમન આ બાળકીને ઉઠાવી લેવાનું નક્કી કર્યા બાદ અડધો કલાક રાહ જોયા બાદ તેણે બાળકીને ઉઠાવી જયાં રોજ દારૂ પીતો હતો તે પુલ પાસે લઇ જઇ તેણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું.


Loading...
Advertisement