નોટોના વરસાદની દેશભરમાં ચર્ચા

02 December 2019 06:27 PM
Jamnagar
  • નોટોના વરસાદની દેશભરમાં ચર્ચા
  • નોટોના વરસાદની દેશભરમાં ચર્ચા

યશપાલસિંહ જાડેજાના આંગણે યોજાયેલા ભપકાદાર લગ્ન ટીકટોક, યુટયુબ, ફેશબુક અને વોટ્સઅપમાં દેશ-વિદેશમાં વાયરલ: હેલીકોપ્ટરમાં વરઘોડો, ચલણીનોટોનો વરસાદ અને વિશાળ સેટ સાથેના રીસેપ્શનએ જમાવ્યું આકર્ષણ: જામનગરમાં જાડેજા પરિવારના આંગણે લગ્ન પ્રસંગની જાહોજલાલી

જામનગર તા.2
વ્યકિતના જીવનમાં તહેવારો, પ્રસંગો અને સુખદ ઘટનાઓ તેને જીવન જીવવાનું ઓકસીજન પુરૂ પાડે છે, રાજા હોય કે રંક તહેવારો ઉપર નવા કપડાં, ઘરને રંગરોગાન અને પ્રસંગ દીવી ઉઠે તેવો ભમકો સૌ કોઇ તેની ઔકાત મુજબ કરતા હોય છે, સામાન્ય રીતે મેટ્રોસીટીમાં થતા ભપકાદાર લગ્નો અને લગ્નબાદના રીસેપ્શનનો ચર્ચાનો વિષય બને છે અને મીડીયામાં તેની નોંધ લેવામાં આવે છે પણ..., તાજેતરમાં જામનગરમાં યોજાયેલા લગ્નએ સમગ્રદેશ અને મીડીયાજગતમાં ચર્ચા જગાવી છે.
જામનગરના યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા પરિવારમાં વરરાજા રૂષીરાજસિંહના લગ્નમાં કરાયેલ કરોડો રૂપિયાનો ખર્ચ હાલ ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે લગ્નમાં કરવામાં આવેલો ખર્ચા કોઇ ઉદ્યોગપતિ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની હસ્તી સમકક્ષનો હોય સ્વભાવિક છે તેની ચર્ચા અને વીડીયો મીડીયા માટે પણ એક સમાચાર બન્યા છે. પાનના ગલ્લાથી લઇ, સરકારી ઓફિસ અને લોકોના ઘેર-ઘેર જાડેજા પરિવારના લગ્નની જાહોજલાલીની જ ચર્ચા જોવા મળે છે.
જામનગરમાં આંખને આંજી દેતા અને ચર્ચાનો વિષય બનતા લગ્ન બહુ જુજ જોવા મળે છે, નાનુ શહેર અને ખર્ચ કરવાની મર્યાદીત શકિતના કારણે યોજાતા લગ્નોની સામે આંખને આંજી દેવા કરોડો રૂપિયાના ખર્ચા સાથેના લગ્ન ચર્ચાનો વિષય ન બને તો પણ નવાઇ, જાડેજા પરિવાર દ્વારા વરરાજા રૂષિરાજાસિંહની જાન ચેલા ગામે લઇ જવામાં આવી ઓશવાળ સેન્ટરથી હેલીકોપ્ટર મારફત વરરાજા અને નજીકના સ્વજનો ચેલા ગામ જાન લઇ પહોંચ્યા ત્યારે ચેલા ગામના ઇતિહાસમાં પ્રથમ વખત હેલીકોપ્ટર ગામમાં ઉતરતા ગામ લોકો હેલીકોપ્ટર જોવા ટોળે વળ્યા હતા. મળતી માહિતી મુજબ વરરાજાને લઇ લાખો રૂપિયાની મોંઘીદાટ ફોર વ્હીલર સાથેની ગાડીઓ સાથે વરઘોડામાં વરરાજા રૂષિરાજાસિંહ તેમના ભાઇઓ જયપાલસિંહ, યશપાલસિંહ અને મિત્રો દ્વારા રૂપિયા 200, રૂપિયા 500, અને રૂપિયા 100ની નોટનો રીતસર ઘોર રૂપી વરસાદ વરસાવવામાં આવ્યો હતો.
લાખો રૂપિયાની ચલણી નોટના વરસાદનો વીડીયો વાયુવેગે વાઇરલ થતા જાડેજા પરિવારના લગ્ન વાઇબ્રન્ટ બની ગયા અને જામનગરમાં જાડેજા પરિવારના જાહોજહાલીવાળા લગ્નની ચર્ચા દેશ-વિદેશમાં થવા લાગી છે. રાષ્ટ્રીય રાજકારણી, અગ્રણી ઉદ્યોગપતિ અને ફિલ્મ સ્ટારના રિસેપ્શનને પણ ઝાંખા પાડી દે તેવા રીસેપ્શનનો સેટ એરપોર્ટ નજીક ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં ભવ્ય પ્રવેશ દ્વાર, રીસેપ્શનનું સ્ટેજ અને રાજાશાહી ઠાઠામાઠએ આમંત્રિતોને અચંબામાં પાડી દીધા હતા. હેલીકોપ્ટરમાં વરરાજાનો વરઘોડો, પ્રોશેસનમાં ચલણી નોટોનો વરસાદ અને રીસેપ્શનના ભવ્ય આકર્ષક સેટના કારણે જામનગરના જાડેજા પરિવારના લગ્ન હાલ લોકમુખે ચર્ચાનો વિષય બન્યા છે.


Loading...
Advertisement