મોબાઇલ ચોરી ઓનલાઇન છેતરપીંડી કરનાર શખ્સ પકડાયો

02 December 2019 06:24 PM
Jamnagar Crime
  • મોબાઇલ ચોરી ઓનલાઇન છેતરપીંડી કરનાર શખ્સ પકડાયો

જામનગર તા. 2 :
જામનગર જીલ્લાના વિભાપર ગામે રહેતા એક વ્યક્તિના બાઈકમાંથી કોઈ અજાણ્યો ચોર મોબાઈલની ચોરી કરી નાશી છુટ્યો હતો. ત્યારબાદ મોબાઈલમાંથી યુવકના ઓળખની નિશાનીનો ઉપયોગ કરી ડીજીટલ માધ્યમ દ્વારા ઓનલાઈન રૂ.70હજારના ફોનની ખરીદી કરી છેતરપીંડી આચરી હતી. જેને લઇને સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
વિભાપર ગામે , ભગવતી પાર્ક શેરી નં.-1માં રહેતા ભાવિનભાઈ કીશોરભાઈ પંડ્યા ઉ,વર્ષ 29 નામનો યુવક ગુલાબનગર રામવાડી શેરી નં-5માં હતો ત્યારે તેના મોટરસાઈકલમાંથી રાહુલ ગોસાઈ નામના સખ્શે મોબાઈલની ચોરી કરી મોબાઈલમાંથી બજાજના ડીજીટલ કાર્ડથી કપટભરી રીતે ઓળખની નિશાનીનો ઉપયોગ કરી કોમ્પ્યુટર રિસોર્સના માધ્યમથી પરરૂપ ધારણ કરી ફ્લીપકાર્ટનામની ઓનલાઈન ખરીદીની એપ્લીકેશનમાંથી યુવકના ઓળખકાર્ડના ઉપયોગ દ્વારા રૂ.70,000ની કિંમતના આઈફોનની ખરીદી કરી તસ્કરી કરી હતી. માટે ભાવિનભાઈએ રાહુલ ગોસાઈ વિરુધ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો. આ ફરીયાદના આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીનો ચોરી કરેલો મોબાઇલ કબ્જે કરી તપાસ કરી હતી. જેમાં આ તસ્કરી અને છેતરપીંડી સામે આવી હતી. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરુ કરી હતી. આ કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા તથા સાયબર ક્રાઇમ સેલ સ્ટાફના એ.એસ.આઇ. સુનીલભાઇ વજશીભાઇ કાંબલીયા તથા પો.કોન્સ. બિપીનભાઇ પરસોતભાઇ દેસાણી તથા ધર્મેશભાઇ હેમુભાઇ વનાણી તથા કુલદીપસિંહ વિજયસિંહ જાડેજાનાઓએ કરેલ છે.


Loading...
Advertisement