જામનગરમાં તાપમાન 16.5 ડીગ્રીએ પહોચતા કડકડતી ઠંડીનો અનુભવ કરતા શહેરીજનો

02 December 2019 06:22 PM
Jamnagar
  • જામનગરમાં તાપમાન 16.5 ડીગ્રીએ પહોચતા કડકડતી ઠંડીનો અનુભવ કરતા શહેરીજનો

છેલ્લા બે દિવસથી સુસવાટા ભર્યો ઠંડો પવન ફૂકાતા ફૂટપાથ પર રહેતા લોકોની હાલત બની કફોડી

જામનગર.તા.2
જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં ઠંડી જોર વધ્યું છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડો પવન ફૂકાતો હોય લોકો ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા જોવા મળે છે. જયારે લઘુતમ તાપમાનમાં પણ બે ડીગ્રી જેટલો ઘટાડો થતા લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યા છે.
રાજ્ય સહીત જામનગરમાં ઠંડીનું જોર વધ્યું છે. છેલ્લા એકડા સપ્તાહથી મોદી રાત્રે અને વહેલી સવારે ઠંડીની વધુ અસર જોવા મળે છે. લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહી છે. જેના કારણે લોકો ઠંડીથી બચવા રાત્રીના સમયે ઘરની બહાર નીકળવાનું તાળી રહ્યા છે જયારે કેટલાક લોકો ઠંડીથી બચવા સ્વેટર-ટોપીનો સહારો લઇ રહ્યા છે.
જામનગરમાં છેલ્લા બે દિવસથી 8 કી.મી.ની ઝડપે સુસવાટા મારતો ઠંડો પવનફૂકાતા ફૂટપાથ પર રહેતા લોકોની હાલત કફોડી બની છે. ગઈકાલે પણ ઠંડો પવન ફૂકાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. જયારે છેલ્લા 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાનનો પારો બે ડીગ્રી નીચે સરકતા વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું હતું.
જામનગરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન 16.5 ડીગ્રી, મહતમ તાપમાન 27.5 ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા જયારે પવનની સરેરાશ ઝડપ 6.8 કી.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.


Loading...
Advertisement