નવા પ્રદેશ ભાજપ પ્રમુખ: આનંદીબેન કેમ્પ એકશનમાં!

02 December 2019 05:56 PM
Ahmedabad Gujarat Politics
  • નવા પ્રદેશ ભાજપ પ્રમુખ: આનંદીબેન કેમ્પ એકશનમાં!
  • નવા પ્રદેશ ભાજપ પ્રમુખ: આનંદીબેન કેમ્પ એકશનમાં!
  • નવા પ્રદેશ ભાજપ પ્રમુખ: આનંદીબેન કેમ્પ એકશનમાં!

મનસુખભાઈ-રજનીભાઈના નામ સૌથી આગળ: ઝડફીયા અને આનંદીબેનના બે નજીકના નામ પણ ચર્ચામાં આવતા શિયાળામાં નવી રાજકીય ગરમી

અમદાવાદ તા.2
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની ત્રણ વર્ષની મુદ્દત ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે ત્યારે હાઈકમાન્ડ નવા પ્રમુખની નિમણુંક કરે તેવી પૂરી શકયતા અને નિર્દેશ છે. તાજેતરમાં રાજયના નવા મુખ્ય સચિવની નિમણુંક પણ સીધી દિલ્હીથી વડાપ્રધાને કર્યાનું સમજાય છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કેમ્પના નામ પણ પ્રદેશ પ્રમુખના નામ સાથે ગુંજવા લાગતા નવા રાજકીય સમીકરણો દેખાઈ રહ્યા છે.
દેશમાં પણ ભાજપના ગઢ જેવા ગુજરાત પ્રદેશના નવા વડા તરીકે જે બે નામો આગળ છે તેમાં પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ અને કેન્દ્રીય શીપીંગ-કેમીકલ મંત્રી મનસુખભાઈ માંડવીયાનો સમાવેશ થાય છે. જો માંડવીયા આ પદ મેળવે તે તો તેઓને ગુજરાતના નવા મુખ્યમંત્રીના રૂપમાં પણ ઘણા જોશે!
રજનીભાઈનું નામ પણ ઘણા દિવસોથી ભાજપના એક વર્ગમાં ચર્ચામાં છે. નવા પ્રમુખનું નામ ગુજરાતમાં ભાજપની વધુ પકકડ અને ગંભીરતાનું પણ પ્રતિબિંબ પાડશે.
વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલનું નામ પણ આ પદ માટે ‘ડાર્ક હોર્સ’ની જેમ ચર્ચાયું છે. અન્ય એક નામ પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયાનું પણ છે. ઋષિકેશ પટેલ અને રજની પટેલ બંને રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલના ખૂબ નજીકના ગણાય છે. મહારાષ્ટ્રની હાલત જોતા આનંદીબેનની પસંદગી ગંભીરતાથી ધ્યાને લેવામાં આવે તેવો સંભવ છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
જો કે આગામી પ્રમુખ પણ પટેલ હશે તેવું પક્ષના જવાબદારે ભાર સાથે કહે છે.


Loading...
Advertisement