મેચ ફિકસીંગનું ભૂત ફરી સળવળ્યુ: મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં બુકીએ ખેલાડીનો સંપર્ક કર્યાનો ધડાકો

02 December 2019 05:47 PM
India
  • મેચ ફિકસીંગનું ભૂત ફરી સળવળ્યુ: મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં બુકીએ ખેલાડીનો સંપર્ક કર્યાનો ધડાકો

સૌરાષ્ટ્ર-મુંબઈ સિવાયની પ્રીમીયર લીગ સામે પગલા : ખુદ સૌરવ ગાંગુલીનો નિર્દેશ: ખેલાડીએ ક્રિકેટ બોર્ડને જાણ કરી દીધી

નવી દિલ્હી તા.2
ક્રિકેટ જગતમાં ફરી મેચ ફિફસીંગનું ભૂત ઉભુ થયુ છે. સૈયદ મુસ્તાક અલી ટી20 ટુર્નામેન્ટમાં જે બુકીએ ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો અને એક ખેલાડીએ ક્રિકેટ બોર્ડને જાણ કરી દેતા કૌભાંડનો ઘટ્ટસ્ફોટ થયો હોવાનું ખુદ ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જાહેર કર્યુ છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે બુકીઓ ખેલાડીઓનો સંપર્ક કરે ત્યારે ક્રિકેટરોને શું કરવું કે શું કરે છે તે સૌથી મોટી સમસ્યા છે.
ગત સપ્ટેમ્બર મહિનાના તામીલનાડુ પ્રીમીયર લીગમાં મેચ ફિકસીંગ કૌભાંડ ખુલ્લુ પડયુ હતું. ગત મહિને કર્ણાટક પ્રીમીયર લીગમાં પણ કૌભાંડ સામે આવ્યુ હતું તેમાં આંતરરાષ્ટ્રીય બુકી તથા અમુક ખેલાડીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. અભિમન્યુ મીથુન જેવા ખેલાડી તપાસ હેઠળ છે અને તે સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં રમે પણ છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે માત્ર બુકી ખેલાડીઓનો સંપર્ક કરે અને તેના કારણે સ્પર્ધા અટકાવી દેવાનું યોગ્ય નથી. અમુક રાજયોમાં દુષણ આગળ વધ્યુ હોવાનું સ્વીકાર્યુ હતું. તામીલનાડુ તથા કર્ણાટક પ્રીમીયર લીગમાં અસરકારક પગલા લેવામાં આવ્યા છે. કર્ણાટક પ્રીમીયર લીગ અટકાવવામાં આવી છે. ચેન્નઈ, સૌરાષ્ટ્ર તથા મુંબઈમાં પણ આવી ટુર્નામેન્ટ રમાઈ છે. સૌરાષ્ટ્ર અને મુંબઈની ટુર્નામેન્ટ વિશે કોઈ ફરિયાદો મળી નથી. પરંતુ ચેન્નઈની ટુર્નામેન્ટમાં ફરિયાદ મળી છે. તે મુદે પગલા લેવામાં આવશે. મેચ ફિકસીંગના પડકારનો સામનો કરવા માટે એન્ટી-કરપ્શન યુનિટને વધુ મજબૂત બનાવવુ પડે તેમ છે. મેચ ફિકસીંગથી કોઈનુ ભલુ થતુ નથી કે થવાનુ નથી. નકકર પગલા અને મજબૂત એન્ટી કરપ્શન યુનિટથી પણ દુષણ દુર ન થાય તો બીજી દિશામાં વિચારવું પડશે.


Loading...
Advertisement