તહેવારોની માંગ પુરી થતાં મુસાફર વાહનોનું નવેમ્બરમાં વેચાણ ફરી રિવર્સ ગીઅરમાં

02 December 2019 05:44 PM
Business India
  • તહેવારોની માંગ પુરી થતાં મુસાફર વાહનોનું નવેમ્બરમાં વેચાણ ફરી રિવર્સ ગીઅરમાં

મારુતિ, એમએન્ડએમ, તાતા મોટર્સના વેચાણમાં ઘટાડો

નવી દિલ્હી તા.2
ઓકટોબર મહિનામાં તહેવારોના કારણે મુસાફર વાહનોના વેચાણમાં વધારો થયો હતો, પણ નવેમ્બરમાં માંગ ફરી ઠંડી પડી ગઈ છે. ઉંચા નાણાકીય ખર્ચ અને બીએસ-6 સ્ટાન્ડર્ડ તરફ આગામી એપ્રિલથી સંક્રમણના કારણે મધ્યમ ગાળામાં વાહનોનું વેચાણ દબાણ હેઠળ રહે તેવી શકયતા છે.
ભારતના રસ્તા પર દોડતી દર બેમાંથી એક કાર વેચતી મારુતી સુઝુકીએ નવેમ્બરમાં વેચાણમાં 3%થી વધુ ઘટાડો દર્શાવ્યો છે. મીની કાર (અલ્ટો, એસ-પ્રેસો અને જુની વેગનઆર)નું વેચાણ 12% ઘટી 26,306 યુનિટ થયું હતુ, જયારે કોમ્પેકટ (નવી વેગનઆર, સ્વિફટ, ડિઝાયર, લેલેરિયો અને બડિનલ) નું વેચાણ 7.6% વધી 78,013 યુનિટ થયું હતું. યુટીલીટી વ્હીકલ્સ (એકસએસ 16, એર્ટિગા, રિતારા બ્રેઝા અને એલ-કોલ) ના વેચાણમાં 1.3%નો ઘટાડો થયો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ખાતે પણ ગત મહિને વેચાણ 10% ઘટી 14,637 યુનિટ થયું હતું. કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તહેવારની સિઝન પછીનો મહિનો ઐતિહાસિક તો ઓટો ઉદ્યોગ માટે નબળો રહેતો હોય છે. ગ્રાહકોની માંગ, ખાસ કરીને મુસાફર વાહનોની વર્ષના અંતે અથવા ડિસેમ્બરમાં જોર પકડે છે. તેથી અમે ડિસેમ્બર મહિનો સારો નીવડવાની આશા રાખીએ છીએ. જો કે હુન્ડાઈએ ઘટાડાની ટ્રેન્ડથી વિપરીત 2% વધારા સાથે 44,600 યુનિટ વેચ્યા હતા. કંપનીની લોંચ કરાયેલી વેચાણ વધારામાં યોગદાન આપ્યું હતું. વર્ષના અંતે આ સ્પોર્ટસ યુટીલીટી વાહનનું બુકીંગ એક લાખના આંકડાને આંબી જશે.
બજારમાં હમણાં આવેલી એનજી મોટર ઈન્ડિયાને નવેમ્બરમાં એસયુવી હેકટરના 6239 યુનિટ વેચ્યા હતા. ફોકસવેગનના વેચાણ વોલ્યુમમાં 17.4% વધારો થયો હતો. તાતા મોટર્સના મુસાફર વાહનોના વેચાણમાં 39% જેવો જોરદાર ઘટાડો થયો હતો.


Loading...
Advertisement