કાર્વી સ્ટોક બ્રોકિંગનું લાયસન્સ આજથી સસ્પેન્ડ કરતા બન્ને સ્ટોક એકસચેંજ

02 December 2019 05:36 PM
India
  • કાર્વી સ્ટોક બ્રોકિંગનું લાયસન્સ આજથી સસ્પેન્ડ કરતા બન્ને સ્ટોક એકસચેંજ

ગરબડની રકમ 2800 કરોડથી વધુ હોવાની શકયતા

મુંબઈ તા.2
કાર્વી ગ્રુપના બ્રોકીંગ બિઝનેસ પર શેરબજારોએ પડદો પાડી દીધો હતો. હૈદરાબાદ સ્થિત નાણાકીય સેવા આપતી આ કંપનીને એકસચેંજની રેગ્યુલેટરી જોગવાઈઓનું પાલન કરવા માટે નેશનલ સ્ટોક એકસચેંજએ સસ્પેન્ડ કરી છે.
એનએસઈએ પણ એ પછી સકર્યુલર જારી કરી કાર્વી સ્ટોક બ્રોકીંગ લીમીટેડને આજ કારણથી ટ્રેડીંગ ટર્મીનલમાંથી ટ્રેડીંગ મેમ્બર તરીકે સસ્પેન્ડ કરી છે.
દરમિયાન, કાર્વી સ્ટોક બ્રોકીંગ લીમીટેડ ખાતે સર્જાયેલું કૌભાંડ ધાર્યા કરતાં મોટું નીકળે તેવી શકયતા છે. માર્કેટ રેગ્યુલેટરના માનવા મુજબ બ્રોકર દ્વારા કલાયન્ટ સિકયુરીટીના દુરુપયોગનો આંકડો રૂા.2800 કરોડથી વધુ છે. અગાઉ, આ આંકડો 2000 કરોડનો મનાતો હતો.
કાર્વી ખાતેનું કૌભાંડ ફોરેન્સીક ઓડીટ પછી જ બહાર આવશે. નેશનલ સ્ટોક એકસચેંજએ આ માટે ઈ.આર.ઈન્ડિયા લીમીટેડની નિમણુંક કરી છે. એનો રિપોર્ટ આવ્યા પછી જ ગરબડનો વ્યાપ જાણવા મળશે.


Loading...
Advertisement