સબસીડી વગરના, વ્યાપારિક હેતુના રાંધણગેસના ભાવમાં ફરી વધારો

02 December 2019 05:35 PM
India
  • સબસીડી વગરના, વ્યાપારિક હેતુના રાંધણગેસના ભાવમાં ફરી વધારો

સતત 4થા મહિને કિંમત વધી

નવી દિલ્હી તા.2
રસોઈ ગેસના બાટલાના ભાવ સતત ચોથા મહિને વધ્યા છે. તાજો વધારો રૂા.13.50નો છે. ડિસેમ્બરથી ભાવવધારો અમલી બની ગયો છે.
રાજધાની દિલ્હીમાં સબસીડી વગરના ગેસ સીલીન્ડરની કિંમત 13.50 વધતા હવે તેની કિંમત 695 થઈ છે. એવી જ રીતે કોલકતામાં રૂા.19.50 કિંમત વધતા સીલીન્ડરનો ભાવ 725 થયો છે. મુંબઈમાં સિલીન્ડર 14 રૂપિયા મોંઘુ થતાં ભાવ 665 થયો છે. ચેન્નાઈમાં સિલીન્ડર રૂા.18 વધી 714નું થયું છે.
ગેસ વિતરણ કંપનીઓએ વ્યાપારીક હેતુ માટેનાં 19 કિલોવાળા સિલીન્ડરની કિંમત પણ વધારી છે. દિલ્હીમાં રૂા.7.50ના વધારા સાથે કિંમત 1211.50 થઈ છે. કોલકતામાં આ સિલીન્ડરનો ભાવ 17.50 વધી 1275.50, મુંબઈમાં 9 રૂપિયા વધી 1160.50 અને ચેન્નાઈમાં 14 રૂપિયાના વધારા સાથે કિંમત 1333 થઈ છે.


Loading...
Advertisement