નવી દિલ્હી તા.2
સરકારે આજે જણાવ્યું હતું કે પેટ્રોલ-ડિઝલ પરનો ટેકસ ઘટાડવાની કોઈ દરખાસ્ત નથી.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે વિશ્ર્વમાં કયાંય પણ અમુક સમય સુધી પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર રહેતા નથી. એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે પેટ્રોલ-ડિઝલને જીએસટી માળખામાં લેવાનો નિર્ણય જીએસટી કાઉન્સીલે કરવાનો છે. અન્ય કોઈ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ પર નવો ટેકસ લાવવા પણ કોઈ વિચાર નથી.
નાના ખેડુતોને ડિઝલ પર સબસીડી આપવાના સવાલના જવાબમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકારો જુદા જુદા સ્તરે ટેકસ વસુલે છે.