લે બોલ, પ્રિયંકા ગાંધીના બદલે કોંગ્રેસી કાર્યકતાએ પ્રિયંકા ચોપડાની જય બોલાવી!

02 December 2019 05:32 PM
India
  • લે બોલ, પ્રિયંકા ગાંધીના બદલે કોંગ્રેસી કાર્યકતાએ પ્રિયંકા ચોપડાની જય બોલાવી!

કાર્યકર્તાના દિલમાં હતી તે ‘પ્રિયંકા’ બહાર આવી!

નવી દિલ્હી તા.2
કોંગ્રેસી કાર્યકર્તાઓ એવી ભૂલ કરી બેઠા હતા કે જેના કારણે પાર્ટીના મુખ્ય નેતાઓ શરમથી લાલ લાલ થઈ ગયા હતા. જી હા, ગઈકાલે કોંગ્રેસની એક રેલીમાં પાર્ટીનાં કાર્યકર્તાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધીના જય જયકારના નારા લગાવતા હતા ત્યારે પ્રિયંકા ગાંધીનો જયકારનો નારો બોલાવતી વખતે (જે મનમાં હતી તે!) પ્રિયંકા ચોપડાનો જય જયકારનો નારો બોલાવી દીધો હતો!
કાર્યકર્તાઓએ (અલબત, ભૂલથી!) પ્રિયંકા ચોપડાનો જય જયકારનો નારો લગાવતા ઉપસ્થિત શીર્ષ નેતાઓ શરમમાં મુકાઈ ગયા હતા. રવિવારે બવાના ક્ષેત્રમાં એક મોટી સભા યોજાઈ હતી. જયાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડા અને પાર્ટીના અન્ય નેતાઓ પહોંચ્યા હતા ત્યારે પાર્ટીના પુર્વ ધારાસભ્ય સુરેન્દ્રકુમાર પાર્ટીના જય જયકારના નારા લગાવતા હતા ત્યારે આ દરમિયાન તેમણે આ ભૂલ કરી હતી.


Loading...
Advertisement