પુર્વ મંત્રી- પત્રકાર અરુણ શોરી હોસ્પિટલમાં દાખલ

02 December 2019 05:20 PM
India
  • પુર્વ મંત્રી- પત્રકાર અરુણ શોરી હોસ્પિટલમાં દાખલ

પુણે તા.2
જાણીતા પત્રકાર અને ભાજપના પુર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શોરીની તબીયત ખરાબ થતા તેમને પૂણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર કરી રહેલા તબીબે આજે આ જાણકારી આપી હતી.
ડોકટરે વધુમાં જણાવ્યું હતું કે 78 વર્ષીય પુર્વ કેન્દ્રીય મંત્રી રવિવારે મોડી રાત્રે બેહોશ થઈ ગયા હતા, બાદમાં તેમને રૂબી હોલ કલીનીકમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના એક વરિષ્ઠ તબીબે જણાવ્યું હતું કે દરેક જરૂરી તપાસ થઈ ગઈ છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે હાલમાં તે હોશમાં છે.


Loading...
Advertisement