લોકપાલની કચેરી હોટેલમાં; અત્યાર સુધી ભાડા પેટે રૂા.3.85 કરોડ ચૂકવ્યા

02 December 2019 05:18 PM
India
  • લોકપાલની કચેરી હોટેલમાં; અત્યાર સુધી ભાડા પેટે રૂા.3.85 કરોડ ચૂકવ્યા

સરકારે જ મહિને 50 લાખનું ભાડું ઠરાવ્યું છે

નવી દિલ્હી તા.2
માર્ચ મહિનામાં કામગીરી શરુ કરનાર ભ્રષ્ટાચાર વિરોધી ઓમ્બુડસમેન, લોકપાલના ચેરમેન અને સભ્યો હંગામી કચેરી માટે હોટેલ અશોકાને મહિને રૂા.50 લાખનું ભાડું આપે છે.
આરટીઆઈ અરજીના જવાબમાં ખુલાસો થયો છે કે 31 ઓકટોબર સુધીમાં સરકારી માલિકીની હોટેલને ભાડા પેટે રૂા.3.85 કરોડ ચૂકવાયા છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓવીટી) દ્વારા આ ભાડુ નકકી કરવામાં આવ્યું છે.
અશોકા યુનિવર્સિટીના 18 વર્ષના વિદ્યાર્થી શુભમ ખત્રીએ માંગેલી માહિતીના જવાબમાં લોકપાલ સચિવાલયે જણાવ્યું હતું કે, લોકપાલ હંગામી ધોરણે અશોક હોટેલ, દિલ્હીમાંથી કામ કરે છે. કુલ માસિક ભાડુ રૂા.50 લાખ છે, અને 1 ઓકટોબર સુધીમાં રૂા.3,85,09,354 ચૂકવાયા છે.


Loading...
Advertisement