સુરત તા.2
સુરતમાં મહિલા બૂટલેગરોએ શરાબની સપ્લાય માટે નવતર પ્રકારનો કિમીયો અજમાવ્યાનું સામે આવેલ છે. શરીરે દારૂની બોટલો બાંધી ઠેર-ઠેર દારૂ પહોંચાડાતી હતી. આ નવતર કિમીયાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ સુરતનાં વરાછામાં ઘનશ્યામનગર શેરી નં.1 પાસે રીક્ષામાંથી પોલીસે 3 મહિલાઓને પ17 નંગ દારૂની બોટલો સાથે ઝડપી લીધી હતી. જયારે રીક્ષાચાલક ફરાર થઇ ગયો હતો.
આ બનાવની મળતી વધુ વિગતો મુજબ પરવત પાટીયા વિસ્તારમાં રહેતી 3 મહિલાઓ રીક્ષા નં. જીજે પ એવાય 8400માં દારૂ લઇને જતી હતી. આ દરમિયાન પોલીસે ઘનશ્યામનગર પાસે રીક્ષાને અટકાવીને તપાસ હાથ ધરી હતી. મહિલાઓ પાસે ચાર પ્લાસ્ટીકના થેલા મળી આવ્યા હતાં. જેમાં પ16 નંગ દારૂની બોટલ હતી. જેની અંદાજીત કિંમત 2પ હજાર 800 આંકવામાં આવી છે. સાથે જ મહિલા પોલીસ દ્વારા પકડાયેલી મહિલાઓની અંગ તપાસ કરવામાં આવતા મીહલાઓના શરીરે બાંધેલી 144 નંગ બાટલીઓ મળી આવી હતી. જેની કિંમત 7 હજાર 200 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે કુલ 33 હજારના દારૂ સાથે મહિલાઓની ધરપકડ કરી છે. જયારે ફરાર રીક્ષા ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.