ગુજરાતમાં બનતા રેપ કેસને લઈને રાજ્ય ગૃહ વિભાગ એકશનમાં : આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે સરકાર પ્રયાસો કરશે : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

02 December 2019 04:45 PM
Ahmedabad Crime Government Gujarat Rajkot Saurashtra
  • ગુજરાતમાં બનતા રેપ કેસને લઈને રાજ્ય ગૃહ વિભાગ એકશનમાં : આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે સરકાર પ્રયાસો કરશે : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

બળાત્કારના કેસ ફાસ્ટ ટ્રકમાં ચાલે તે માટે સરકાર હાઇકોર્ટને વિનંતી કરશે

અમદાવાદ: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે જણાવ્યું કે, ગુજરાતમાં દુષ્કર્મના દુર્ભાગ્યપૂર્ણ બનાવો રોકવા અને આરોપીઓને તુરત પકડી સખત સજા અપાવવા સરકાર કટિબદ્ધ છે. હાલ રાજકોટ, વડોદરા અને સુરતમાં દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે ત્યારે રાજકોટ અને સુરતના આરોપી ઝડપાયા છે. વડોદરામાં સ્કેચ આધારિત 50 થી વધુ પોલીસ જવાનોની ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ ચાલુ છે.

ઝડપાયેલા નરાધમ આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે સરકાર પ્રયાસો કરશે. અને બળાત્કારના કેસ ફાસ્ટ ટ્રેક માં ચાલે તે માટે સરકાર હાઇકોર્ટને વિનંતી કરશે.
વધુમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ગુજરાત સરકાર આગામી સમયમાં ગુડ ટચ, બેડ ટચ દ્વારા જન જાગૃતિ અભિયાન કરશે જેના દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી લઈને સૌને માહિતી અપાશે.


Loading...
Advertisement