2005ની બેચના આઈએએસ અધિકારીઓને વ્હેલા પ્રમોશનનો તખ્તો

02 December 2019 04:42 PM
Ahmedabad Gujarat
  • 2005ની બેચના આઈએએસ અધિકારીઓને વ્હેલા પ્રમોશનનો તખ્તો
  • 2005ની બેચના આઈએએસ અધિકારીઓને વ્હેલા પ્રમોશનનો તખ્તો

પાની-વિક્રાંત પાંડે સહિત 10 અધિકારીઓને લાભ મળી શકે

ગાંધીનગર તા.2
રાજયના વહીવટીતંત્રમાં બદલાવ-બઢતીનો તખ્તો તૈયાર થવા લાગ્યો હોય તેમ 2004ના ધોરણે 2005ની બેચના આઈએએસ અધિકારીઓને વ્હેલી બઢતી મળી જવાના સંકેત છે.
2004ની બેચના આઈએએસ અધિકારીઓને વ્હેલા પ્રમોશન આપીને સચિવ બનાવી દેવામાં આવ્યા હતા જેને પગલે 2005ના અધિકારીઓને પણ વ્હેલા પ્રમોશનની આશા જાગી છે અને તુર્તમાં ઓર્ડરો જારી થવાની સંભાવના છે.
2004ની બેચની જેમ 2005ની બેચના અધિકારીઓને પણ વ્હેલા પ્રમોશન મળી જાય તો બંછાનિધિ પાની, હર્ષદ પટેલ, વિક્રાંત પાંડે, પોન્નુમત્લા ભારથી, રંજીથકુમાર, શાલીની અગ્રવાલ, કે.કે.નીરલા, એમ.આર.કોઠારી, એચ.કે.પટેલ તથા સતીષ એ.પટેલને તેનો લાભ મળી શકે છે.
રાજયના વિવિધ શહેરોમાં જીલ્લા કલેકટર તરીકે કાર્યરત આ અધિકારીઓ સચિવ કે તે સ્તરની જગ્યાઓ પર નિમણુંક પામી શકે છે. વ્હેલી તકે બદલી-બઢતીના ઓર્ડર ન થાય તે પછી વિધાનસભાના બજેટ સત્ર પછી વારો આવશે.


Loading...
Advertisement