ભાજપ પ્રમુખોની જાહેરાતમાં હજુ 4-5 દિવસ નિકળી જશે! કેટલાક નામોમાં વિવાદ

02 December 2019 04:38 PM
Ahmedabad Saurashtra
  • ભાજપ પ્રમુખોની જાહેરાતમાં હજુ 4-5  દિવસ નિકળી જશે! કેટલાક નામોમાં વિવાદ

અમુક શહેર-જિલ્લાના નામ દિલ્હી હાઇકમાન્ડ નક્કી કરે તેવા સંકેત

ગાંધીનગર તા.2
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન રચનાની કામગીરી વિલંબિત બની છે.જો કે સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંગઠન સંરચના પૂર્ણ કરી દેવામાં આવી છે. અને આગામી 4 થી 5 દિવસમાં તેની જાહેરાત થઈ જશે.
ભાજપ દ્વારા સંગઠન સંરચના ની કામગીરી પૂર્ણ કરી 30 નવેમ્બર સુધીમાં જાહેરાત કરી દેવાની ડેડ લાઇન ખુદ ભાજપેજ નક્કી કરી હતી. પરંતુ ભાજપના આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કે સંગઠન રચના માં જિલ્લા પ્રમુખોનું નામ નકકી કરવામાં ભાજપનું પ્રદેશ કમાન્ડ હજુ પણ અવઢવની સ્થિતિ માં છે. કારણ કે જિલ્લા પ્રમુખમાં એક નામની જગ્યાએ 10 થી વધુ દાવેદારો નોંધાયા છે.જ્યારે કેટલાક મહાનગરોમાં 20 થી વધુ ઉમેદવાર મેદાનમાં છે.ત્યારે આવી સ્થિતિમાં કાઈ કાચું કપાઈ ન જાય અને જૂથ બંધી ન થાય તે માટે નામ નક્કી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે ભાજપના સત્તાવાર સૂત્રો દ્વારા એવી પણ વિગતો પ્રાપ્ત થઈ છે કે નામોની જાહેરાત વિલંબિત થવાનું મુખ્ય કોઈ કારણ નથી પરંતુ હજુ પણ આ મામલે કાર્યવાહી ચાલુ છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં મહત્ત્વની બેઠકો કરવાની થતી હોય છે પરંતુ તેમાં સરકાર અને સંગઠનના પ્રદેશ હોદ્દેદારો ના સમયની અનુકૂળતા નહીં હોવાથી કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા નથી એટલું જ નહીં હાલ લગ્નસરાની મોસમ પણ ચાલી રહી છે જેના કારણે સરકારી સંગઠન પ્રદેશ નેતાગણ વ્યસ્ત બની ગયું છે તેના કારણે જાહેરાત વિલંબિત થઈ હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે જોકે આ પ્રક્રિયા દરમિયાન ભાજપના અગ્રણી વી. સતીષ જી એ તમામ દાવેદારો અને સમર્થકોને શાંતિપૂર્ણ રીતે સાંભળ્યા હતા ત્યાર બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ બેઠક કરી હતી.
આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ વી સતીષ જી દ્વારા બેઠકો પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે આગામી પાંચ દિવસમાં જિલ્લા પ્રભારી ઓ જે તે નગર અને જિલ્લાઓમાં લગ્નગાળા દરમિયાન જ નામોની જાહેરાત કરશે તેવા સ્પષ્ટ સંકેતો ભાજપના આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે. રાજકોટ ભાવનગર અને ઉત્તર ગુજરાતમાં શહેર-જિલ્લાના પ્રમુખના નામની જાહેરાત પ્રદેશ કક્ષાએથી કરવામાં આવશે જ્યારે કેટલાક નામો દિલ્હી હાઇકમાન્ડ કરે તેમ મનાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર જિલ્લા પ્રમુખો ની જાહેરાત બાદ આગામી 2020 માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન થાય નહીં અને વાતાવરણ ડહોળાય નહીં તે માટે ભાજપનું પ્રદેશ નેતાગણને ફૂંકી ફૂંકીને ચા પીવાનો વારો આવ્યો હોય તે પણ ચર્ચાઈ રહ્યું છે કે અને એટલે જ જાહેરાત વિલંબિત બની હોવાનું મનાઈ રહ્યું છે.


Loading...
Advertisement