શેરબજારમાં ટેલીકોમ શેરો ઉછળ્યા: બજાજ ગ્રુપ દબાણ હેઠળ: ઓટો-બેંક શેરોમાં પીછેહઠ

02 December 2019 04:26 PM
Business India
  • શેરબજારમાં ટેલીકોમ શેરો ઉછળ્યા: બજાજ ગ્રુપ દબાણ હેઠળ: ઓટો-બેંક શેરોમાં પીછેહઠ

સેન્સેકસ પ્રારંભીક ઉછાળા બાદ પાછો પડયો: યશ બેંક તૂટયો

રાજકોટ તા.2
મુંબઈ શેરબજાર આજે પ્રારંભીક ઉછાળા બાદ પાછુ પડયુ હતું. ટેલીકોમ શેરો ઝળકયા હતા જયારે બજાજ ગ્રુપના શેરો દબાણમાં આવ્યા હતા.
શેરબજારમાં આજે શરુઆત તેજીના ટોને થઈ હતી. મુખ્યત્વે ટેલીકોમ શેરોમાં તોતીંગ ઉછાળાથી માનસ પ્રોત્સાહક બન્યું હતું. નબળા આર્થિક આંકડા જેવા કારણોને ડીસ્કાઉન્ટ જ ગણવામાં આવ્યા હતા. નાણાં સંસ્થાઓની લેવાલીથી ટેકો મળતો રહ્યો હતો.
ટેલીકોમ કંપનીઓ કોલ-ડેટા મોંઘા કર્યા હોવાની અસર હેઠળ ભારતી એરટેલ, વોડાફોન, આઈડીયા, રીલાયન્સ જીયોના ભાવ ઉછળ્યા હતા. બીજી તરફ બજાજ ગ્રુપના શેરો દબાણ હેઠળ હતા. બજાજ જુથના રાહુલ બજાજે સરકાર વિરુદ્ધ વિધાન કર્યાની અસર હોવાની ચર્ચા હતી. બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સમાં ઘટાડો હતો. ઓયો કંપનીઓના આંકડા નબળા આવતા મારુતી, હીરો મોટો, અશોક લેલેન્ડમાં ઘટાડો હતો. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક, યશ બેંક, ઓએનજીસી, આઈશર મોટર્સ, ટીસ્કો, ટીસીએસ ઈન્ફોસીસ વગેરેમાં ઘટાડો હતો. એચડીએફસી, કોટક બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસીમ, ઈન્ડીયા બુલ્સ હાઉસીંગમાં સુધારો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ પ્રારંભિક ઉછળ્યો હતો. ઉંચામાં 41093 થયો હતો. જે પછી પાછો પડીને 40707 થઈને 7 પોઈન્ટના નજીવા સુધારાથી 40801 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 7 પોઈન્ટ ઘટીને 12048 હતો. જે ઉંચામાં 12137 તથા નીચામાં 12025 હતો.


Loading...
Advertisement