રાજકોટ: જિલ્લા પંચાયતની 3, તાલુકા પંચાયતોની 41 બેઠકો માટે 29 ડિસેમ્બરે પેટાચૂંટણી

02 December 2019 03:34 PM
Rajkot Politics
  • રાજકોટ: જિલ્લા પંચાયતની 3, તાલુકા પંચાયતોની 41 બેઠકો માટે 29 ડિસેમ્બરે પેટાચૂંટણી

રાજય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો: રાજકોટ તાલુકા પંચાયતની કુવાડવા બેઠકનો સમાવેશ

રાજકોટ તા.2
રાજયમાં ખાલી પડેલી જીલ્લા પંચાયતની ત્રણ તથા તાલુકા પંચાયતની 41 બેઠકો માટેની પેટાચૂંટણી આગામી 29મી ડિસેમ્બરે યોજવાનું ચૂંટણી પંચે જાહેર કર્યુ છે.
ચૂંટણી પંચની જાહેરાત મુજબ 9મીએ સતાવાર જાહેરનામુ પ્રસિદ્ધ થશે.. 14મી ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરાશે. 16મીએ ચકાસણી થશે. 17મીએ ફોર્મ પાછા ખેંચી શકાશે. મતદાન 29મીએ થશે અને 31મીએ મતગણતરી થશે.

રાજકોટને લાગેવળગે છે ત્યાં સુધી તાલુકા પંચાયતની કુવાડવા બેઠકની પેટાચૂંટણી થશે. ભાજપના સભ્ય સંદીપ ઢોલરીયાનું બીમારી સબબ અવસાન થતા બેઠક ખાલી થઈ હતી. આ સિવાય પાટણ તાલુકા પંચાયતની 8, મહેસાણાની બે, સાબરકાંઠાની બે, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથની ખાલી બેઠકો પર પેટાચૂંટણી થશે.
જીલ્લા પંચાયતની બે બેઠકોમાં બે અમદાવાદ તથા એક પોરબંદર જીલ્લા પંચાયતની છે.


Loading...
Advertisement