બગોદરા નજીક અકસ્માતમાં પોલીસ કર્મચારીનું થયું મોત

02 December 2019 03:29 PM
Surendaranagar
  • બગોદરા નજીક અકસ્માતમાં પોલીસ કર્મચારીનું થયું મોત

ફરજ પર જવા બાઇક પર નીકળ્યા હતાને અજાણ્યા વાહને હડફેટે લીધા

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.2
બાવળા-બગોદરા હાઈવે પર રોઈકા ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર જઈ રહેલ પોલીસ કોનસ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન પોલીસ કોનસ્ટેબલનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધંધુકા તાલુકાના ગલશાણા ગામે રહેતાં અને બોપલ પોલીસ મથકમાં પોલીસ કોનસ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અલ્કેશભાઈ મુકેશભાઈ પરમાર બાઈક લઈને પોલીસ મથકે જઈ રહ્યાં હતાં તે દરમ્યાન બાવળા-બગોદરા હાઈવે પર રોઈકા ચોકડી પાસે અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વહન પુરઝડપે અને ગફલતભરી રીતે
ચલાવી બાઈક સાથે ઘડાકા ભેર અથડાવતાં પોલીસ કોનસ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જેમને સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન પોલીસ કોનસ્ટેબલનું મોત નીપજ્યું હતું જ્યારે આ બનાવની જાણ થતાં બગોદરા પોલીસ કાફલો સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને વધુ તપાસ હાથધરી હતી જ્યારે પોલીસ કોનસ્ટેબલના અકસ્માતથી મોત નીપજતાં પોલીસ બેડા સહિત પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.


Loading...
Advertisement