સુરેન્દ્રનગરના કલેકટર અને ડીડીઓનું અપહરણ રેન્જ આઇજીની હાજરીમાં યોજાઇ દીલધડક મોકડ્રીલ

02 December 2019 03:26 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરના કલેકટર અને ડીડીઓનું અપહરણ રેન્જ આઇજીની હાજરીમાં યોજાઇ દીલધડક મોકડ્રીલ
  • સુરેન્દ્રનગરના કલેકટર અને ડીડીઓનું અપહરણ રેન્જ આઇજીની હાજરીમાં યોજાઇ દીલધડક મોકડ્રીલ
  • સુરેન્દ્રનગરના કલેકટર અને ડીડીઓનું અપહરણ રેન્જ આઇજીની હાજરીમાં યોજાઇ દીલધડક મોકડ્રીલ
  • સુરેન્દ્રનગરના કલેકટર અને ડીડીઓનું અપહરણ રેન્જ આઇજીની હાજરીમાં યોજાઇ દીલધડક મોકડ્રીલ

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેરીજનોને જોવા મળ્યું અદભૂત ઓપરેશન

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.2
સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈ જી ની હાજરી માં મોકડિલ નું આયોજન કરવા માં આવ્યુંં હતું. જિલ્લા કલેક્ટર, ડીડીઓનું આતંકવાદીઓએ અપહરણ કર્યાની મોકડ્રીલ યોજાઇ હતી.
રાજકોટ રેંજ આઇજી બે દિવસથી ઝાલાવાડની મુલાકાતે આવેલ હતા. જેમાં પોલીસ પરેડ બાદ શનીવારે બપોરે પોલીસની તત્પરતા તપાસવા મોકડ્રીલનું આયોજન કરાયુ હતુ. જેમાં ત્રણ આતંકવાદીઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનું અપહરણ કરાયાનો મેસેજ વહેતો થતા સનસનીખેજ ઓપરેશનમાં પોલીસે બન્નેને મુકત કરાવ્યા હતા.
રાજકોટ રેંજના ઇન્સપેકટર જનરલ સંદીપ સીંઘ બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના ઇન્સપેકશન પર હતા. જેમાં શનીવારે સવારે જિલ્લાભરના પોલીસ અધિકારી અને જવાનોની પોલીસ પરેડનું તેઓએ નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શનથી જિલ્લાની પોલીસની તત્પરતા ચકાસવા માટે મોકડ્રીલનું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનું ત્રણ આતંકવાદીઓએ અપહરણ કર્યા હોવાનો મેસેજ ફરતો થતા જ જિલ્લાની પોલીસ તુરંત એકટીવ મોડમાં આવી ગઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા મયૂરદાન ગઢવી જિલ્લા કલેકટર અને ઇલીયાસભાઇ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી બન્યા હતા.
જયારે વિજય પનારીયા, વિજય સીંધવ અને અશ્વીનભાઇએ આતંકવાદીનો રોલ કર્યો હતો. બંદૂકના સામ-સામે ગોળીબાર વચ્ચે દિવાલ કૂદીને પોલીસ સ્ટાફ અંદર ગયો હતો. અને સામ-સામા ગોળીબારમાં બે આતંકીઓને ઠાર મરાયા હતા. જયારે એકને જીવતો પકડી બન્ને અધિકારીઓને સહી સલામત બહાર લવાયા હતા. પોલીસના દિલધડક અને સનીસનીખેજ ઓપરેશનને નીહાળવા જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે બે ઘડી શહેરીજનો થોભી જતા હતા.


Loading...
Advertisement