વઢવાણમાં ડુપ્લીકેટ ચૂનો બનાવતા ત્રણ શખ્સો પકડાયા

02 December 2019 03:23 PM
Surendaranagar
  • વઢવાણમાં ડુપ્લીકેટ ચૂનો બનાવતા ત્રણ શખ્સો પકડાયા
  • વઢવાણમાં ડુપ્લીકેટ ચૂનો બનાવતા ત્રણ શખ્સો પકડાયા
  • વઢવાણમાં ડુપ્લીકેટ ચૂનો બનાવતા ત્રણ શખ્સો પકડાયા
  • વઢવાણમાં ડુપ્લીકેટ ચૂનો બનાવતા ત્રણ શખ્સો પકડાયા
  • વઢવાણમાં ડુપ્લીકેટ ચૂનો બનાવતા ત્રણ શખ્સો પકડાયા

ભાડાના મકાનમાં ચાલતા કારખાનામાં પોલીસ ત્રાટકી : ચુનો ભરેલી 240 નંગ થેલીઓ સહિત 2.57 લાખનો મુદામાલ કબ્જે

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.2
સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીઓનું ડુપ્લીકેટીંગ કરી હલકી ગુણવત્તાની તેમજ આરોગ્યને નુકશાન કરતી ખાદ્ય ચીજવસ્તુઓને બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
ત્યારે વઢવાણ બી ડિવીઝન પોલીસ મથકની હદમાં અમુક શખ્સો દ્વારા પ્રખ્યાત કંપનીના
ખાવાના ચુનાનું પેકીંગ કરી તેનું વેચાણ કરી કોપીરાઈટ અને ટ્રેડમાર્કના નિયમોનો ભંગ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે બી ડિવીઝન પોલીસે રેઈડ કરી હતી. જે દરમ્યાન વઢવાણ કુંતાપાર્ક વિસ્તારમાં આવેલ એક ભાડાના મકાનમાં મશીન દ્વારા પેરેડાઈઝ નામની કંપનીના ચુનાનું ડુપ્લીકેટીંગ કરી ચુનાના પાઉચ બનાવી તેમજ અન્ય સીધ્ધાંત લાઈમ પ્રા.લી. કંપનીના પણ ચુનાના પાઉચનું ઉત્પાદન પેકીંગ અને વેચાણ કરવામાં આવતું હતું.
જે અંગે પોલીસે રેઈડ કરી ત્રણ શખ્સો પીયુષભાઈ વૃજલાલભાઈ હિંગળાજીયા,
નરેન્દ્રભાઈ હિરજીભાઈ પટેલ અને ધર્મેન્દ્રભાઈ પરષોત્તમભાઈ પટેલ તમામ રહે.80 ફુટ રોડ વઢવાણવાળાને મશીન કિંમત રૂા. 1,00,000, ચુનાના પાઉચ, રોલ, ઝબલા, લીંબુના ફુલ, ચુનામાં મીક્ષ કરવાનો પાવડર, ડુપ્લીકેટ ચુનો ભરેલ કાપડની થેલી 240 નંગ કિંમત રૂા. 96,000 સહિત કુલ રૂા. 2,56,730ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.


Loading...
Advertisement