બીજા ટેસ્ટમાં પાકને 1 ઈનિંગ્ઝ, 48 રનથી હરાવતું ઓસ્ટ્રેલિયા

02 December 2019 03:22 PM
Sports
  • બીજા ટેસ્ટમાં પાકને 1 ઈનિંગ્ઝ, 48 રનથી હરાવતું ઓસ્ટ્રેલિયા

બે ટેસ્ટની સીરીઝ જીતી લીધી

એડીલેડ તા.2
ઓસ્ટ્રેલિયાએ આજે પાકિસ્તાનને 4 દિવસમાં જ એક ઈનિંગ્ઝ અને 48 રને પરાજય આપી બે મેચોની સિરીઝ જીતી લીધી છે.
સ્પિનર નાથન લિયોને પાંચ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન વતી શાન મસૂદે સૌથી વધુ 68 રન કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 3 વિકેટે 569 રન કરી ડિકલેર કર્યો હતો. આ ઈનિંગ્ઝમાં ડેવિડ વોર્નર 335 રન સાથે નોટઆઉટ રહ્યો હતો.
પ્રથમ દાવમાં પાકિસ્તાન 302 રનમાં ઓલઆઉટ થતાં તે ફોલોઓન થયું હતું.


Loading...
Advertisement