જુનાગઢમાં રાત્રે પેટ્રોલ પંપ પર લુખ્ખા તત્વોનો આંતક

02 December 2019 02:53 PM
Junagadh
  • જુનાગઢમાં રાત્રે પેટ્રોલ પંપ પર લુખ્ખા તત્વોનો આંતક

લાકડી-ધોકા સાથે આવેલા 7 શખ્સોની દાદાગીરી: 1 ઝડપાયો

જુનાગઢ તા.2
જુનાગઢમાં કાયદો અને વ્યવસ્થા ભાંગી પડી હોય જાણે પોલીસનો કે કાયદાનો ડર જ ન હોય તેમ દિન પ્રતિદિન ફરી લુખ્ખાઓએ માથુ ઉંચકયું છે.
ગત રાત્રીના બી ડીવીઝન હદના ઝાંઝરડા રોડ પર આવેલા જોગી પેટ્રોલ પંપ ખાતે બનેલી ઘટનામાં રાત્રીના 8-30ના સુમારે રામભાઈ ભગવાનજીભાઈ કરમટા (ઉ.40) રે. અશોક વાટીકા-2 જોગી પેટ્રોલ પંપની સામે નં.33ના પેટ્રોલ પંપે ઓફીસે ઉભા હતા ત્યારે આરોપી સોહીલ ફીરોજ રે. જુનાગઢ દાતાર રોડ વાળાએ આવીને રામભાઈ ભગવાનજી કરમટા ઓફીસ બહાર લાકડી સાથે ગાળો ભાગીને કહેલ કે તારી પાસે જે પૈસા હોય તે મને આપી દે તેમ કહી ઝપાઝપી કરી હતી ત્યારે આરોપીઓ કુલદીપ ઉર્ફે કાલી, સાહીલ, યુસુફ, જમીલ, આફેઝ અને સાહીલ મલેક સહિત કુલ સાત શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં પેટ્રોલ પંપના માણસોને અને રામભાઈ કરમટાએ આરોપી સોહીલ ફીરોઝ દાતાર રોડ વાળાને દબોચી લીધો હતો. આ ટોળકીએ બળજબરી પૂર્વક પૈસા કઢાવવા માટે ગે.કા.મંડળી રચની લુખ્ખી દાદાગીરી કરી હતી. પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી પીએસઆઈ આર.બી. સોલંકીએ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
રેતી ચોરી
સાંતલપુર ગામની ગૌચરની જમીનમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ ખનીજ રેતીનો 90 મેટ્રીકટન રૂા.30,510નો ઝડપાયો હતો જેની વંથલી પોલીસમાં હીરેનકુમાર પ્રવિણભાઈ સંડેરા રોયલ્ટી ઈન્સ. ભુસ્તર વિજ્ઞાન ખનીજ ખાતુએ નોંધાવતા વંથલી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કુવામાં પડતા મોત
મુળ મધ્યપ્રદેશ હાલ બાજરના રહીશ કમલાભાઈ સવલાભાઈ (ઉ.65)ને, વાઈની બીમારી હોય ગઈકાલે વિસાવદર ખાતે કુવામાં પડી જતા મોત નીપજયુ હતું.
ઝેરી દવા પી લેતા મોત
મુળ મધ્યપ્રદેશના રહીશ હાલ વડાલ ખાતે રહેતા કાળુભાઈ હંસરાજભાઈ ભગેરીયા (ઉ.22)એ ગઈકાલે મહેશભાઈ પ્રામજીભાઈ દોમડીયાની વાડીએ જીંદગીથી કંટાળી ઝેરી દવા પી લેતા મોત નિપજયુ હતું.
ટાંકામાં પડક્ષ જતા મોત
કેશોદ ખાતે ભીનીબેન કેશુરામ ઉ.52 ગઈકાલે પોતાની મેળે ભૂગર્ભ ટાંકામાં પહી જતા મોત નિપજયુ હતું.


Loading...
Advertisement