મોરબીના જેતપર પુલ પાસે બાઇક સ્લીપ : બે યુવક રાજકોટ ખસેડાયા

02 December 2019 02:46 PM
Morbi
  • મોરબીના જેતપર પુલ પાસે બાઇક સ્લીપ : બે યુવક રાજકોટ ખસેડાયા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.2
મોરબીના જેતપર ગામે આવેલ પુલ નજીક બાઇક સ્લીપ થતા રવિ રમેશભાઇ સરસાવાડીયા (ઉંમર 17) અને દશરથ ભુપતભાઈ હમીરપરા (ઉંમર 17) રહે.બંને જીવાપર વાડી વિસ્તારને ઇજાઓ થતાં પ્રથમ જેતપર પીએચસી ખાતે અને ત્યાંથી મોરબી સિવિલે સારવારમાં લવાયા હતા. તેઓની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રવિ અને દશરથને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા.
પરિણીતા સારવારમાં
મોરબી તાલુકાના રાજપર ગામે વલ્લભભાઈ ભગવાનજીભાઈ ચારોલાની વાડીએ કેાઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેવાથી દિપીકાબેન જીગ્નેશભાઈ નરવતભાઈ બારીયા (ઉંમર 22) ને સારવારમાં લઈ જવામાં આવી હતી.જ્યારે મોરબી નવલખી ફાટકથી આગળ ધુતારીની વાડી પાસે રહેતા સંજય લવજીભાઈ અગેચાણીયા નામના યુવાને મોરબીના કંડલા બાયપાસ આરટીઓ પુલ નજીક કોઇ અકળ કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વાહન અકસ્માત
મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પેાલેા સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો શિવકુમાર વેદપ્રકાશ ગુર્જર નામનો મજુર યુવાન કારખાનામાંથી નીકળીને બાજુમાં આવેલ દુકાને વસ્તુ લેવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં પાછળથી તેને કોઈ બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા થવાથી શિવકુમારને સારવારમાં સમર્પણ હોસ્પિટલે લઇ જવાયો હતો.
આમરણ મારામારી
મોરબીના આમરણ ગામે થયેલી મારામારીના બનાવમાં ઇજા થવાથી ફારૂકમીંયા અલ્લામીયાં બુખારી (ઉંમર 58) ને મોરબી સિવિલે સારવારમાં લવાયા હતા.જયારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં થયેલ મારામારીના બનાવમાં મનુભાઈ ખોડાભાઈ (ઉંમર 60) નામના વૃદ્ધને ઈજા થવાથી તેઓને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી-હળવદ રોડ નીંચીમાંડલ પાસે આવેલ સેરેાન સિરામીક નામના યુનિટ પાસે કૌશલ સદાનંદભાઇ (ઉમર 24) રહે.લાલપર મોરબીને અમિતસિંગ નામના વ્યક્તિએ માથાના ભાગે માર મારતા કૌશલ સદાનંદભાઇને 108 વડે સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.


Loading...
Advertisement