મોરબીના ડીપીઇઓની બેધારી નીતિ સામે સરકારી શિક્ષકો વિફર્યા

02 December 2019 02:41 PM
Morbi
  • મોરબીના ડીપીઇઓની બેધારી નીતિ સામે સરકારી શિક્ષકો વિફર્યા

જિલ્લા સંઘ લડી લેવાના મૂડમાં : શિક્ષણમંત્રીના હસ્તે સન્માન સ્વીકાર્યા બાદ 193 ગુરૂજનોને નોટીસ ફટકારી દીધી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.2
મોરબી જિલ્લાના શિક્ષકોની સારી કામગીરીને કારણે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી દ્વારા થોડા દિવસો પહેલા જ પ્રતિબદ્ધતા સન્માન સમારોહમાં ડીપીઇઓનું સન્માન કરવામાં આવ્યુ હતું ત્યારે સન્માન મોરબી જિલ્લાના તમામ ગુરુજનોને ડીપીઇઓએ અર્પણ કર્યું હતું અને હવે 193 જેટલા ગુરુજનોની કામગીરી સામે આંગળી ચીંધી નોટિસ ડી.પી.ઇ.ઓ.એ આપી છે માટે આવી બેધારી નીતિ સામે શિક્ષકોમાં રોષ અને અસંતોષની લાગણી ફેલાઇ છે અને જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ લડી લેવાના મુડમાં છે. જિલ્લાની સરકારી શાળામાં સત્રાંત પરીક્ષા ચાલતી હતી ત્યારે રાજ્યમાં એકેય જિલ્લામાં આવા મોનીટરીંગ ટીમની વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી અને મોરબી જિલ્લો વિશિષ્ટ હોય એમ એક કેળવણી નિરીક્ષક,એક બી.આર.સી.કો. ઓર્ડીનેટર, એક સી.આર.સી.કો.ઓર્ડીનેટર એમ ત્રણ વ્યકિતની ટીમ બનાવેલ હતી આ ટીમને સવારે 8 વાગ્યે એક કવર આપવામાં આવતું એ કવરમાં જે શાળા નીકળેએ શાળાએ 10:30 વાગ્યે પહોંચી જતા ટીમ જે તે શાળાએ પહોંચીને ડી.એસ.પી.જેમ રેડ પાડવા આવ્યા હોય એમ શાળાની જુદી જુદી પચાસ બાબતો જોવા માંગે માંગતા,શાળાઓમાં ઘણી બધી સારી બાબતો હોય,પણ એ સારી બાબતોના બદલે શિક્ષકોનો વાંક જ કાઢતા હતા,શિક્ષકમાંથી પ્રતિનિયુક્તિ લઈને આવેલા અમુક સી.આર.સી, બી.આર.સી.પણ ડી.એસ.પી.ની જેમ વર્તિને શિક્ષકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યા હતા.
એક પ્રથમ સત્રમાં બાળકો માંડ 73 જેટલા દિવસ ભણ્યા હતા બાર જેટલી એકમ કસોટી બાળકોએ લખી હતી અને શિક્ષકોએ ચેક કરી હતી, બી.એલ.ઓ.જેવી જટીલ કામગીરી કરી છે, સમર્થ તાલીમ, નિષ્ઠા તાલીમ, વિવિધ ઉજવણીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ શાળાઓમાં શિક્ષકોની ઘટ વગેરે કામગીરી વચ્ચે શાળાઓમાં કોઈક બાબતો ખૂટતી હોય,પૂર્ણ કરવાની રહી ગઈ હોય, તો મોબાઈલમાં ફોટા પાડી, સાહિત્યના પોટલાં બાંધી લઈ જતા હતા,સામાન્ય રીતે શાળાનું સાહિત્ય શાળામાં જ રહેતું હોય છે,ઉપરી અધિકારી સાહિત્ય ચેક કરી શકે,જે ક્ષતિઓ હોય એ ક્ષતિઓ લખી શકે,જોઈ શકે પણ સાથે ન લઈ જઈ શકે આ તો પોટલાં બાંધી સાથે લઈ જતા હતા.
વળી, પરીક્ષાના પેપરો અન્ય શાળા દ્વારા ચેક કરવાના હોય આચાર્યો પે સેન્ટર શાળા સુધી પેપરો આપવા જવા,જોયેલા પેપરો લેવા જવા,તેમજ 12 એકમ કસોટીના માર્ક ઓનલાઈન કરવા ધોરણ 1 અને 2 ની નિદાન કસોટીના પ્રશ્ર્નવાઇઝ માર્કની એન્ટ્રી કરવી, જઅજ ૠીષફિળિંફ માસિક પત્રક, પગારબીલ, શિક્ષકોની 58 પ્રકારની માહિતી, ગુણોત્સવની માહિતી, મધ્યાહન ભોજનના આંકડા, ઓનલાઈન શિક્ષક વિદ્યાર્થીઓની હાજરી, શિષ્યવૃત્તિની બાકી રહેતી દરખાસ્ત વગેરે કામગીરી ગુંચવાયેલો હોય,સ્વભાવિક છે કે શાળાઓમા કોઈક બાબતો ખૂટતી હોય તો મૂલ્યાંકન ટીમ એ ખૂટતી બાબતને ટારગેટ બનાવી શિક્ષકોને ડરાવ્યા, ધમકાવ્યા, પરીક્ષા વખતે પરીક્ષા પૂરતું મૂલ્યાંકન કરવાના બદલે જુદી જુદી પચાસ પ્રકારની માહિતી ચેક કરવાથી શિક્ષકોમાં ખુબજ અસંતોષ હતો.
એક સુપરવાઈઝર જે તે શાળામાંથી અન્ય શાળામાં મુકેલ હોય એની દૈનિક નોંધપોથી મળેલ ન હોય,જોયેલ ન હોય છતાં ખુલાસા માંગવામાં આવ્યા છે,વળી ઘણી બધી શાળાઓમાં સામાજીક વિજ્ઞાનના કવરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપરો નીકળ્યા ગુજરાતીના કવરમાં હિન્દી વિષયના પેપરો નીકળ્યા હતા તંત્રના આવા ઘોર છબરડા શિક્ષકો બહાર લાવ્યા નહિ અને દોડાદોડી કરી ઝેરોક્ષ કરી વિદ્યાર્થીઓના પેપરો લઈ લીધા હતા અને તંત્રની ભુલને બહાર આવવા નહોતી દીધી જ્યારે તંત્રના માણસો શિક્ષકોની ભૂલોનો બચાવ કરવાના બદલે,શિક્ષકોને ભૂલ સુધારની તક આપવાના બદલે નોટિસો ફટકારી શિક્ષકોનો ઉત્સાહ ભંગ કરવાનું કામ કરેલ છે..! નવાઈની વાત તો એ છે કે પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ થઈ એને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો,ટીમ દ્વારા શાળા મુલાકાતને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો અને હવે છેક નોટીસ આપવાનું શું કારણ..?, શાળાઓ પાસે ગોઠવણી કરવા આટલો સમય કાઢ્યો અને ગોઠવણી ન થઈ એટલે નોટીસો આપવામાં આવેલ છે એવી ચર્ચા શિક્ષક આલમમાં ચર્ચાઈ રહી છે.


Loading...
Advertisement