પ્રભાસપાટણમાં બાળ વિજ્ઞાન પરિષદની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી

02 December 2019 02:39 PM
Veraval
  • પ્રભાસપાટણમાં બાળ વિજ્ઞાન પરિષદની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી

આદિત્ય બિરલા હાઇ સ્કૂલનાં પ્રોજેકટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

પ્રભાસ પાટણ તા.2
ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સંસાર પરિષદ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા દેશ ના બાળકો વિજ્ઞાન પ્રત્યે રસ લેતા થાય તેવી ઉમદા પ્રવૃત્તિ સાથે સમગ્ર દેશને આવરી લેતી રાષ્ટ્રીય સંસ્થા છે. જેના દ્વારા આ "રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ- 2019" નું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે.
તેની ગીર-સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાની સ્પર્ધા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્થાપિત ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ના પ્રભાસ પાટણ ખાતે તાજેતરમાં યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં સમગ્ર ગીર-સોમનાથ જિલ્લા માંથી કુલ 108 પ્રોજેક્ટ નું ઓનલાઇન રજીસ્ટ્રેશન થયેલ હતું. જેમાંથી 70 પ્રોજેક્ટ રજૂ થયેલ હતા. જેમાંથી 10 પ્રોજેક્ટ રાજ્યકક્ષા માટે પસંદ કરવામાં આવેલ. જેની રાજ્યકક્ષાની સ્પર્ધા તારીખ 28 અને 29 નવેમ્બરના રોજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજવામાં આવેલ.
જેમાં રાજ્યના તમામ જિલ્લા માંથી 300 જેટલા પ્રોજેકટ રજૂ થયા તેમાંથી બેસ્ટ 27 પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામેલ. જેમાં 1 પ્રોજેક્ટ ગીર સોમનાથ જિલ્લામાંથી આદિત્ય બિરલા હાઈસ્કૂલ નોએક પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામેલ આ પ્રોજેક્ટના ટીમ લીડર ગોપાલ યાદવ તથા તેમના ર્શિક્ષક રેખા મેડમ ને લોકવિજ્ઞાન કેન્દ્રના ચેરમેન શા.સ્વા.ભક્તિપ્રકાશદાસજી, કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા તથા એકેડેમી કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.


Loading...
Advertisement