સ્પર્શ કિલનીકમાં અદ્યતન ક્યુ સ્વીચ લેસર ટેકનોલોજી અંગે વર્કશોપ યોજાયો

02 December 2019 02:37 PM
Morbi
  • સ્પર્શ કિલનીકમાં અદ્યતન ક્યુ સ્વીચ લેસર ટેકનોલોજી અંગે વર્કશોપ યોજાયો
  • સ્પર્શ કિલનીકમાં અદ્યતન ક્યુ સ્વીચ લેસર ટેકનોલોજી અંગે વર્કશોપ યોજાયો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.2
આધુનિક સમયમા પ્રદુષણનુ પ્રમાણ વધી રહ્યુ છે જેની ગંભીર અસરો માનવીના સ્વાસ્થ્ય પર પડી રહી છે તે ઉપરાંત, પ્રદુષણ તથા સૂર્ય દેવના પ્રકોપને કારણે માનવીના ચહેરાની સુંદરતા તથા ચમક દુર થઈ રહી છે. ચહેરાને કાળાશનુ ગ્રહણ લાગી રહ્યુ છે, તે ઉપરાંત ઘણા લોકોને ચહેરા પર જન્મજાત ડાઘ,તલ, લાખ, દાઝના ડાઘ તેમજ અકસ્માતના લીધે થતા ડાઘ પણ જોવા મળે છે. આ બધી જ સમસ્યાઓથી છુટકારો આપતી ક્યુ સ્વીચ લેસર ટેકનોલોજી અંગે મોરબી એપલ હોસ્પિટલમાં આવેલ સ્પર્શ કિલનીક ખાતે વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપનુ આયોજન મોરબીના ડો. જયેશ સનારીયા તથા જુનાગઢના ડો. પિયુષ બોરખતરીયા દ્વારા કરવામા આવ્યુ હતુ. તેનું ઉદ્ઘાટન એસપી ડો. કરણરાજ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યુ હતુ કે આજના ઘણા યુવાનો પોતાના ચહેરાની સમસ્યાઓના લીધે માનસિક યાતનાઓ ભોગવતા હોય છે તેમની હતાશાનુ એક કારણ ચહેરાની સુંદરતાનો અભાવ છે તે દરેક લોકો માટે આ ટેકનોલોજી આશિર્વાદ સમાન બની રહેશે.
આ વર્કશોપમા સુરતના ડો.યોગેશ ભીંગરાડીયા તથા ડો. મહેશ પટેલ, રાજકોટના ડો. ભાવેશ દેવાણી, પાટણના ડો.ધનંજય પ્રજાપતિ, જુનાગઢના ડો. પિયુષ બોરખતરીયા,મોરબીના ડો.જયેશ સનારીયાએ ચહેરાને સુંદરતા બક્ષતી, ચહેરા પરની કાળાશ તથા ડાઘ દુર કરતી ક્યુ લેસર ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ વર્કશોપમાં સમગ્ર ગુજરાતના ચર્મરોગના નિષ્ણાંત તબિબો તે ઉપરાંત ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન મોરબી બ્રાંચના પ્રમુખ ડો. જયેશ પનારા તથા સેક્રેટરી ડો. ચિરાગ અઘારા હાજર રહ્યા હતા
મોરબી શહેરમા છેલ્લા 12 વર્ષથી ચર્મરોગના નિષ્ણાંત તરીકે સેવા આપતા ડો. જયેશ સનારીયાની સ્પર્શ કિલનીકને વર્ષ 2015-16મા આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા બેસ્ટ ક્લીનીક એવોર્ડ, વર્ષ 2017-18 મા સમગ્ર ગુજરાત રાજ્યમા બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ, વર્ષ 2017-18 મા મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશન એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો. તે ઉપરાંત મોરબીની સ્પર્શ ક્લીનીક ખાતે આજથી 2 વર્ષ પહેલા માથા પરની ટાલ દુર કરતી હેર ટ્રાસ્પ્લાન્ટ ટેકનોલોજીનો વર્કશોપ યોજાયો હતો. ત્યારથી આજ દીન સુધી ઘણા લોકોએ સ્પર્શ ક્લીનીક ખાતે ડો. જયેશ સનારિયા પાસે સફળતાપૂર્વક હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી માથા પરની ટાળ દુર કરી જીવંત વાળને પ્રત્યારોપિત કરાવ્યા છે. ત્યારે આગામી સમયમા મોરબી સ્પર્શ ક્લિનિક ખાતે આ ટેકનોલોજી અંગે વિનામુલ્યે કેમ્પનુ આયોજન કરવામા આવશે તેમ ડો. જયેશ સનારીયાએ જણાવ્યુ છે.


Loading...
Advertisement