રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મોરબી જીલ્લાના ત્રણ પોલીસ કર્મચારીઓને મુખ્યમંત્રીએ એવોર્ડથી અલંકૃત કર્યા

02 December 2019 02:35 PM
Morbi
  • રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મોરબી જીલ્લાના ત્રણ પોલીસ કર્મચારીઓને મુખ્યમંત્રીએ એવોર્ડથી અલંકૃત કર્યા

અમદાવાદની યુનીવર્સિટી સ્થિત ક્ધવેકશન હોલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વર્ષ - 2014 બાદ ગુજરાત રાજયના જે પોલીસ અધિકારી તથા કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક મળયો હતો તે તમામ 168 અધિકારી - કર્મચારીઓને એવોર્ડ પહેરાવીને અલંકૃત કરવામાં આવેલ હતા. વર્ષ 2015 થી 2018 દરમ્યાન પોલીસ ખાતામાં ઉત્કૃષ્ઠ કામગીરી માટે મોરબી જીલ્લાના ત્રણ પોલીસ કર્મચારીઓને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલ હતો જેમાં ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઇ. જેન્તીલાલ ધનજીભાઇ ડામોર (વર્ષ - 2015), ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ( વર્ષ - 2016) અને એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ (વર્ષ - 2018)મેં રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલ હતો આ ત્રણેય જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક મુખ્યમંત્રી દ્વારા એનાયત કરવામાં આવેલ છે જે મોરબી જીલ્લા પોલીસ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ બની રહેલ હતી આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના ડી.જી.પી. શિવાનંદ ઝા, રાજકોટ રેન્જ ડી.આઇ.જી.પી. સંદિપસિંહ તથા મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા હાજર હતા અને તમામ કર્મચારીઓને આ બાબતે શુભેચ્છાઓ પાઠવેલ હતી. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement