બિલ્ડર મરણમુડી સમાન શિક્ષકના તેર લાખ હડપ કરી જતા શિક્ષકે ફિનાઇલ ગટગટાવ્યું

02 December 2019 02:31 PM
kutch
  • બિલ્ડર મરણમુડી સમાન શિક્ષકના તેર લાખ હડપ કરી જતા શિક્ષકે ફિનાઇલ ગટગટાવ્યું

કચ્છના માધાપર ગામના બિલ્ડર સામે ફરિયાદ બાદ તપાસ

ભૂજ તા.2
સ્વપ્નાનું ઘર લેવા જતાં માધાપર ગામના બિલ્ડરની છેતરપિંડીનો ભોગ બનેલાં ભુજના સરકારી શિક્ષકે તણાવમાં આવી જઈ ફિનાઈલની ગોળીઓ ગળીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
ભુજની રાવલવાડીમાં રહેતા અને ખાવડાની હાઈસ્કુલમાં માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા 42 વર્ષિય ભાવેશભાઈ અરવિંદભાઈ ઉપાધ્યાયે એક વર્ષ અગાઉ માધાપરમાં ઓધવબાગ-2 પાસે 12 મકાનોની શરૂ થઈ રહેલી સ્કિમમાં મકાન મેળવવા 13 લાખ રૂપિયા રોક્યા હતા.
બિલ્ડર જગદીશ બારમેડાએ બોગસ દસ્તાવેજો પર સહી લઈને પૈસા મેળવી લીધા હતા પરંતુ મકાન આપ્યું નહોતું. કારણ કે, જે જમીન હતી તે કોઈક બીજી પાર્ટીની હતી અને તે પાર્ટીએ જમીન પાછી લઈ લીધી હતી. બિલ્ડર અને જમીન માલિકના આંતરિક ડખ્ખામાં ભાવેશભાઈના 13 લાખ રૂપિયા જગદીશ બારમેડા ચાંઉ કરી ગયો હતો. મહેનતના પૈસા બિલ્ડર ખાઈ જતાં ભાવેશભાઈને લાગી આવતાં તેમણે ગત રાત્રે ઘરમાં ફિનાઈલની ગોળીઓ ખાઈ આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, તેમનો મિત્ર અશોક ગોસ્વામી તેમને તત્કાળ જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં તાકીદની સારવારથી ભાવેશભાઈ બચી ગયાં છે. સમગ્ર ઘટનાની ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement