આ મહારાષ્ટ્ર સાથે ગદારી: હેગડેના ખુલાસા સામે શિવસેનાનો હુમલો

02 December 2019 02:09 PM
India Politics
  • આ મહારાષ્ટ્ર સાથે ગદારી: હેગડેના ખુલાસા સામે શિવસેનાનો હુમલો

સંજય રાઉત તૂટી પડયા

મુંબઈ તા.2
દેવેન્દ્ર ફડણવીસને બહુમતી ન હોવા છતાં મુખ્ય પ્રધાનપદે બેસાડવાનું કારણ કેન્દ્ર સરકારનું 40000 કરોડનું ફંડ ધરાવવાનું હતું તેવા કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેના દાવાથી મહારાષ્ટ્રમાં સનસનાટી મચી ગઈ છે.
શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે જણાવ્યું હતું કે આ મહારાષ્ટ્ર સામે ગદારી છે. જો કે ફડણવીસે જણાવ્યું છે કે આવો નીતિવિષયક નિર્ણય તેમણે કર્યો નહોતો અને આવા આક્ષેપો ખોટા છે.


Loading...
Advertisement