સોમનાથ મંદિર નજીક ગટરના પાણી રસ્તા પર ફેલાતા શ્રધ્ધાળુઓને ભારે હાલાકી

02 December 2019 02:08 PM
Veraval
  • સોમનાથ મંદિર નજીક ગટરના પાણી રસ્તા  પર ફેલાતા શ્રધ્ધાળુઓને ભારે હાલાકી
  • સોમનાથ મંદિર નજીક ગટરના પાણી રસ્તા  પર ફેલાતા શ્રધ્ધાળુઓને ભારે હાલાકી

ગંદા પાણીમાંથી યાત્રાળુઓને પસાર થવું પડતાની મુશ્કેલી

પ્રભાસપાટણ તા.2
વહેલી સવારના સોમનાથ મંદિરની બાજુમાં આવેલ ગટર છલકાતા મંદિરની બાજુમાં આવેલ રસ્તા ઉપર દુગર્ંધ મારતું પાણી ફરી વળેલ અને આ પાણી સોમનાથ મંદિર પરીસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચેલ યાત્રીકોને સોમનાથ મંદિરમાં જવા માટે આ ગંદાપાણીમાંથી પસાર થઈને નીકળવું પડે છે. મંદિરની આજુબાજુમાં ખૂબજ સારી સ્વચ્છતારાખવામાં આવે છે. પરંતુ મંદીરની બાજુમાં જ આ ગટર વારંવાર છલકાવાને કારણે મંદિરની આજુબાજુ ગંદુ પાણી ફરી વળે છે. આ બાબતે સોમનાથ ટ્રસ્ટ અને વેરાવળ પાટણ નગરપાલીકાના જવાબદાર લોકોએ યોગ્ય પગલા ભરીને વેરાવળ પાટણ નગરપાલીકાના જવાબદાર લોકોએ યોગ્ય પગલા ભરીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. પરંતુ આ ગટર છલકાવાના બનાવો વારંવાર બની રહેલ છે.
સોમનાથ મંદિર વિશ્ર્વ વિખ્યાત છે અને દેશ અને દુનિયામાંથી લોકો દર્શન માટે આવે છે. ત્યારે આ વારંવાર ગટર છલકાવાના બનાવો બને છે. તે ખૂબજ શરમજનક બાબત છે. તો આ ગટર છલકાવાના બનાવોનો કાયમી ધોરણ અંત આવે તેવું યાત્રીકો અને સ્થાનિક લોકોની માંગણી છે.


Loading...
Advertisement